આજે રક્ષાબંધન, જો જો...ભદ્રા કાળમાં ન બાંધતા રાખડી, શુભ મુહૂર્ત જાણવા માટે કરો ક્લિક
આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ ભાઈના કાંડે રક્ષાસૂત્ર શુભ મુહૂર્ત જોઈને જ બાંધવું જોઈએ. આથી રાહુકાળ અને ભદ્રાના સમયે રાખડી બાંધતા બચવું જોઈએ. ભદ્રા કાળ સમયે રાખડી બાંધવી ન જોઈએ. ભદ્રા કાળમાં રાખડી બાંધવાનું કારણ લંકાપતિ રાવણ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે રાવણે ભદ્રા કાળમાં જ પોતાની બહેન પાસે રાખડી બંધાવી હતી. આ ઘટનાના એક વર્ષ બાદ જ રાવણનો સર્વનાશ થઈ ગયો. આથી ભદ્રામાં રાખડી ન બંધાવવી જોઈએ.
ક્યારે હશે ભદ્રા કાળ?
જ્યોતિષના જણાવ્યાં મુજબ સવારે 5:44 વાગ્યાથી લઈને સવારે 9:25 વાગ્યા સુધી ભદ્રા કાળ રહેશે. જેમાં રાખડી ન બાંધવી જોઈએ. રાખડી બાંધવા માટે શુભ મુહૂર્તની પ્રતિક્ષા કરો.
ક્યારે છે શુભ મુહૂર્ત?
રક્ષા બંધન પર રાખડી બાંધવા માટે બે શુભ મુહૂર્ત છે. રાખડી બાંધવા માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત સવારે 9:25 વાગ્યાથી લઈને સવારે 11:28 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ સાંજે 3:50 વાગ્યાથી લઈને સાંજે 5:15 વાગ્યા સુધી શુભ મુહૂર્ત હશે જેમાં રાખડી બાંધી શકો છો.
કેવી હોવી જોઈએ રાખડી?
રક્ષાસૂત્ર ત્રણ દોરાનું હોવું જોઈએ લાલ, પીળો અને સફેદ. નહીં તો લાલ અને પીળો દોરો હોવો જોઈએ. રક્ષાસૂત્રમાં ચંદન લગાવેલું હોવું જોઈએ તે શુભ હોય છે. કઈ ન હોય તો પણ શ્રદ્ધાપૂર્વક રક્ષાસૂત્ર બાંધી શકો છો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube