ઝી મીડિયા/બ્યૂરો :રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે 3 ઓગસ્ટ પર રક્ષાબંધન (Raksha bandhan 2020) નો તહેવાર પડી રહ્યો છે. ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે બહુ જ ખાસ બની રહેશે. કારણ કે, આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ અને દીર્ઘાયુ આયુષ્યમાનનો શુભ સંયોગ બની રહ્યો છે.  જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, રક્ષાબંધન પર આવો શુભ સંયોગ 29 વર્ષ બાદ આવી રહ્યો છે. સાથે જ આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો છાંયડો પણ રક્ષાબંધન પર પડી નથી રહી. 


અમદાવાદને કોરોના મુક્ત કરાવવા AMC નો મોટો નિર્ણય, ગરીબ દર્દીઓને HRCT ટેસ્ટ ફ્રીમાં કરાવશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે શુભ સંયોગ
આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ અને દિર્ઘાયુ આયુષ્યમાન યોગની સાથે જ સૂર્ય શનિનો સમસપ્તક યોગ, સોમવતી પૂર્ણિમા, મકરનો ચંદ્રમા શ્રવણ નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર અને પ્રીતિ યોગ બની રહ્યો છે. આ પહેલા આ સંયોગ વર્ષ 1991ના રોજ બન્યો હતો. આ સંયોગને કૃષિ ક્ષેત્ર માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. 


રક્ષાબંધનના શુભ મુહૂર્ત


  • રાખડી બાંધવાનું મુહૂર્ત  09:27:30 થી 21:11:21 સુધી 

  • રક્ષાબંધન આરંભ મુહૂર્ત  13:45:16 થી 16:23:16 સુધી 

  • રક્ષાબંધન પ્રદોષ મુહૂર્ત 19:01:15 થી 21:11:21 સુધી

  • મુહૂર્ત સમય - 11 કલાક 43 મિનીટ


સુરતમાં આવતી-જતી તમામ બસો સોમવારથી 10 દિવસ માટે બંધ


રક્ષાબંધનના દિવસે ગુરુ પોતાની રાશિ ધનમાં અને શનિ મકરમાં વક્રી રહેશે. આ દિવસે ચંદ્ર પણ શનિ સાથે મકર રાશિમાં રહેશે. આવો યોગ 558 વર્ષ પહેલાં 1462માં બન્યો હતો. તે વર્ષમાં 22 જુલાઈએ રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં છે. 1462માં પણ રાહુ-કેતુની આ સ્થિતિ હતી. રક્ષાબંધનનો આ યોગ મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, મીન રાશિના લોકો માટે ગ્રહોનો યોગ શુભ રહેશે. મિથુન, સિંહ, તુલા, કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ લોકોને સમયનો સાથ મળશે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર