નવી દિલ્હીઃ દેશની જનતાનો જનાદેશ સ્પષ્ટ થઈ ચુક્યો છે અને આ વખતે 2014થી પણ વધુ સીટો પર ભાજપ સરકાર વાપસી કરી રહી છે. તો આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એસ જગન મોહન રેડ્ડીની જીતનો ડંકો વગાડી દીધો છે. જાણીતા ફિલ્મકાર રામગોપાલ વર્માએ ગુરૂવારે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન માટે વાઈએસઆર કોંગ્રેસ પ્રમુખ વાઇ એસ જગન મોહન રેડ્ડીને શુભેચ્છા આપી છે. આ સાથે રામ ગોપાલ વર્માએ ટીડીપી સુપ્રીમો એન ચંદ્રાબાબૂ નાયડૂની હારની મજાક ઉડાવતા એક ટ્વીટ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીડીપી સુપ્રીમો એન ચંદ્રાબાબૂ નાયડૂને આલોચક વર્માએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીના 'મોતનું કારણ' જૂઠ અને ભ્રષ્ટાચાર છે. 



વર્માએ એક ટ્વીટમાં કહ્યું, 'નામઃ ટીડીપી, જન્મ 29 માર્ચ 1982, મૃત્યુઃ 23 મે 2019, મૃત્યુનું કારણઃ ખોટુ બોલવું, પીઠમાં ખંજર ભોંકવુ, ભ્રષ્ટાચાર, અયોગ્યતા, વાઈ એસ જગન અને એન લોકેશ.'



મહત્વનું છે કે ભાજપ 292 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 50 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપે 2014ના પોતાના પ્રદર્શનમાં સુધાર કરી વધુ સીટો મેળવવી દેખાઈ રહી છે. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી. એનડીએ 2014ની 336 સીટોના મુકાબલે 343 સીટો મેળવતી દેખાઈ રહી છે. તો આંધ્ર પ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ પ્રમુખ વાઈ એસ જગન મોહન રેડ્ડી અને ઓડિશામાં નવીન પટનાયક સત્તામાં વાપસી કરવામાં સફળ રહ્યાં છે.