આ છે દેશની અનોખી બેંક: જ્યાં જમા નથી કરાવવા પડતા પૈસા, માત્ર ચાલે છે આ મુદ્રાઓ
આ અનોખી બેંકના મેનેજમેન્ટને જોતા આશુતોષ વાર્ષ્ણેયના દાદાએ 20મી સદીની શરૂઆતમાં સંસ્થાની સ્થાપના કરી હતી. આશુતોષ તેમના દાદાના વારસાને આગળ વધારી રહ્યાં છે. આશુતોષે કુંભમેળાના સેક્ટર છમાં તેમની આ બેંક બનાવી છે.
પ્રયાગરાજ: કુંભમેળામાં એટીએમ કે ચેકબુક વગર એક એવી અનોખી ‘રામ નામ બેંક’ સેવા આપી રહી છે. જ્યાં માત્ર ‘ભગવાન રામ’ની મુદ્રા ચાલે છે અને વ્યાજના રૂપમાં આધ્યાત્મિક શાંતિ મળે છે. આ એક એવી બેંક છે જેમાં લોકો આધ્યાત્મિક શાંતિ શોધે છે, તેઓ એક સદીથી નોટબુક્સમાં ભગવાન રામનું નામ લખી જમા કરાવે છે. આ અનોખી બેંકના મેનેજમેન્ટને જોતા આશુતોષ વાર્ષ્ણેયના દાદાએ 20મી સદીની શરૂઆતમાં સંસ્થાની સ્થાપના કરી હતી. આશુતોષ તેમના દાદાના વારસાને આગળ વધારી રહ્યાં છે. આશુતોષે કુંભમેળાના સેક્ટર છમાં તેમની આ બેંક બનાવી છે.
વધુમાં વાંચો: BUDGET 2019 : મધ્યમ વર્ગને મળશે મોટી રાહત, ટેક્સ છૂટની મર્યાદા થઈ શકે છે 5 લાખ
તેમણે કહ્યું કે, આ બેંકની સ્થાપના મારા દાદા ઇશ્વર ચંદ્રએ કરી હતી, જે વ્યાપારી હતી. હવે આ બેંકમાં વિવિધ વય જૂથો અને ધર્મોના એક લાખથી વધુ એકાઉન્ટ ધારકો છે. તેમણે સોમવારે જણાવ્યું કે, આ બેંક એક સામાજિક ઓર્ગેનાઇઝેશન ‘રામ નામ સેવા સંસ્થા’ની અંતર્ગત ચાલે છે અને ઓછામાં ઓછા 9 કુંભ મેળામાં તેની સ્થાપના કરવામાં આવી છે.
વધુમાં વાંચો: પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર
બેંકમાં કોઇ પૈસાની લેણદેણ થતી નથી. તેના સભ્યો પાસે 30 પાનાની એક નોટબુક હોય છે. જેમાં 108 ખાનામાં તે પ્રતિદિવસ 108 વખત ‘રામ નામ’ લખે છે. આ નોટબુક વ્યક્તિના ખાતમાં જમા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ભગવાન રામનું નામ લાલ શાહીથી લખવામાં આવે છે કેમ કે આ રંગ પ્રેમનું પ્રતિક છે.
વધુમાં વાંચો: ચોંકાવનારો અહેવાલ: અત્યારથી નહી વિચારીએ તો 2050 સુધીમાં ખાવાના પણ ફાંફા પડશે !
બેંકના અધ્યક્ષ ગુંજન વાર્ષ્ણેયે જણાવ્યું કે, ખાતેદારના ખાતામાં ભગવાન રામનું દિવ્ય નામ જમા થયા છે. અન્ય બેંકોની જેમ પાસબુક આપવામાં આવે છે. આ બધી સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે. આ બેંકમાં માત્ર ભગવાન રામના નામની મુદ્રાઓ ચાલે છે. તેમણે જણાવ્યું કે રામ નામનું ‘લેખિત જાપ’ કહેવાય છે. તેને લેખિત ધ્યાન લગાવવાનું કહેવાય છે.
વધુમાં વાંચો: કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ, 3 આતંકી ઠાર
સ્વર્ણિમ અક્ષરોમાં લખવાથી અંતરઆત્માનું પૂર્ણ સમર્પણ તેમજ શાંતિનો બોધ થયા છે. બધી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં જોડાય છે. આશુતોષે કહ્યું કે માત્ર કોઇ એક ઘર્મના લોકો જ નહીં પરંતુ જુદા જુદા ધર્મોના લોકો ઉર્દૂ, અંગ્રેજી અને બંગાળીમાં ભગવાન રામનું નામ લખે છે. ખિસ્તી ધર્મનું પાલન કરનાર પીટરસન દાસ (55) વર્ષ 2012થી ભગવાન રામનું નામ લખી રહ્યાં છે.
વધુમાં વાંચો: વારાણસીમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ, યોગીએ કહ્યું,'અતિથિ દેવો ભવ:'
તેમણે કહ્યું કે, ઇશ્વર એક છે, ભલે તેઓ રામ હોય, અલ્લાહ હોય કે પછી ઇસુના નામે હોય. પાંચ વર્ષથી આ બેંકથી જોડાયેલા સરદાર પૃથ્વીપાલ સિંહ (50) એ કહ્યું કે, ભગવાન રામ અને ગુરૂ ગોવિંદ સિંહ મહાન હતા. તેમના વિચારોને અનુસરવા દરેક મનુષ્યનું કર્તવ્ય છે.
(ઇનપુટ ભાષાથી)