દેશભરમાં ગઈ કાલે રામનવમી ધામધૂમથી ઉજવાઈ. ઈન્દોરમાં પણ મંદિરમાં રામનવમી ઉજવાઈ રહી હતી. ભગવાનના જન્મના બરાબર પહેલા જ મંદિરમાં આરતીની તૈયારી થઈ રહી હતી. ત્યાં તો કૂવાને કવર કરવામાં આવ્યું હતું તે ધસી પડ્યું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બેલેશ્વર મંદિરના પૂજારી લક્ષ્મીનારાયણ શર્માએ આપવીતિ સંભળાવતા કહ્યું કે મારી આંખો સામે જેટલા હતા તે બધા કૂવામાં સમાતા ગયા. મે મારી આંખો સામે મોતનું તાંડવ જોયું. મે જોયું કે કેવી રીતે લોકો કૂવામાંથી નીકળવા માટે તડપી રહ્યા હતા. લાશો તરી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે વધુમાં કહ્યું કે તેઓ 2007થી આ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. પોતાના જીવનમાં આ પ્રકારનો ભયાનક અકસ્માત આ અગાઉ ક્યારેય જોયો નથી. તેમણે કહ્યું કે કવર ધસી પડતા તેઓ પોતે પણ નીચે પડ્યા હતા. પરંતુ તેમને તરતા આવડે છે આથી તેઓ તરીને ઉપર આવી ગયા. પરંતુ આજુબાજુ અનેક મૃતદેહો તરી રહ્યા હતા. પૂજારીએ જણાવ્યું કે મંદિરમાં હંમેશા હવન બહારથી થતો આવ્યો છે પરંતુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે એટલે હવન અંદર રાખવામાં આવ્યો હતો. 


રામનવમી પર અનેક ઠેકાણે શોભાયાત્રાઓ પર હુમલો, આજે જુમ્મા પર પોલીસનું અલર્ટ


"UPA સરકાર દરમિયાન CBI મારા પર નરેન્દ્ર મોદીને ફસાવવા માટે 'દબાણ' કરતી હતી"


કર્ણાટકમાં કઇ પાર્ટીને મળશે કેટલી સીટો? Zee News ના ઓપિનિયન પોલે ચોંકાવ્યા 


મૃતકોને વળતર
અકસ્માત બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટર સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેમણે મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું. આ સાથે જ ઘાયલોની સારવારનો ખર્ચ  સરકાર દ્વારા ભોગવવાની જાહેરાત પણ કરી. આ કડીમાં કેન્દ્ર સરકારે પણ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube