UPA સરકાર દરમિયાન CBI મારા પર નરેન્દ્ર મોદીને ફસાવવા માટે 'દબાણ' કરતી હતી: અમિત શાહ

અમિત શાહે એવા ખુલાસા કર્યા છે કે બધા ચોંકી ગયા છે. અમિત શાહને વિપક્ષના એ આરોપો અંગે સવાલ કરાયો હતો જેમાં કહેવાઈ રહ્યું છે કે સીબીઆઈ અને ઈડીનો દુરઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે.જેના જવાબમાં તેમણે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

UPA સરકાર દરમિયાન CBI મારા પર નરેન્દ્ર મોદીને ફસાવવા માટે 'દબાણ' કરતી હતી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સમયે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) એ ગુજરાતમાં  એક કથિત ફેક એન્કાઉન્ટર મામલે પ્રધાનમંત્રી મોદી (તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી) ને ફસાવવા માટે તેમના પર 'દબાણ' નાખ્યું હતું. 

બુધવારે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન અમિત શાહે આ ખુલાસા કર્યા. અમિત શાહને વિપક્ષના એ આરોપો અંગે સવાલ કરાયો હતો જેમાં કહેવાઈ રહ્યું છે કે સીબીઆઈ અને ઈડીનો દુરઉપયોગ કરીને વિપક્ષી નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સીબીઆઈ કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત ફેક એન્કાઉન્ટર મામલે મોદીજી (જ્યારે તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા)ને ફસાવવા માટે મારા પર દબાણી નાખી રહી હતી. તેમણે કહ્યું કે આમ છતાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ક્યારેય હંગામો કર્યો નથી. 

સૂરતની એક કોર્ટ દ્વારા માનહાનિ મામલે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ નેતા એકલા એવા વ્યક્તિ નથી જેમને કોર્ટે દોષિત  ઠેરવ્યા છે અને જેમણે લોકસભાની સદસ્યતા ગુમાવી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં જવાની જગ્યાએ તેઓ હો-હા કરી રહ્યા છે અને પોતાના ભાગ્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દોષ આપી રહ્યા છે. 

અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર દોષનો ટોપલો ઢોળવાની જગ્યાએ પોતાની જાતને દોષિત ઠેરવવા સામે લડવા માટે ઉપરી કોર્ટમાં જવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની સજા પર રોક માટે અપીલ કરી નથી. આ કયા પ્રકારનો અહંકાર છે...તમે એહસાન ઈચ્છો છો...તમે એક સાંસદ તરીકે રહેવા માંગો છો અને કોર્ટ પાસે પણ નહીં જાઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news