કોલકત્તાઃ લોકસભા ચૂંટણીની તારીખો ભલે જાહેર ન થઈ હોય.. પરંતુ રાજકીય પક્ષો પ્રચારમાં પોતાનો દમખમ દેખાડી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે, જેને લઈને સૌકોઈ આશ્ચર્યચકિત છે. મમતા બેનર્જીએ રામનવમીના દિવસે જાહેર રજાનું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં એવું પહેલીવાર બનશે કે રામનવમીના દિવસે જાહેર રજા રહેશે..  કેટલીક ઈમર્જન્સી સેવાઓને છોડીને બાકીના તમામ સરકારી કામકાજ બંધ રહેશે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીના દબાણમાં આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.. કારણ કે આ જ પશ્ચિમ બંગાળમાં રામનવમી અને હનુમાન જયંતિના દિવસે લોકોને યાત્રા કાઢવાની પણ પરવાનગી નથી મળતી.. વળી અવારવનાર હિંસા પણ ભડકે છે.. ત્યારે મમતા દીદીના આ નિર્ણયથી રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરતા મમતા બેનર્જી પર નિશાન તાક્યું.. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે, મમતા બેનર્જી દરવખતે જય શ્રીરામ સાંભળીને ગુસ્સે થતી હતી. તેમણે હવે રામનવમીની રજા જાહેર કરી છે. તેમણે પોતાની હિન્દુ વિરોધી છબી સુધારવા આ નિર્ણય લીધો છે. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું છે. મહત્વનું એ છે કે, રામનવમીએ યાત્રા પર કોઈ પથ્થરમારો ન થાય તેનું ધ્યાન રખાય.. 


આ પણ વાંચોઃ BJP જલ્દી જાહેર કરશે ઉમેદવારોની બીજી યાદી, ગુજરાત-મહારાષ્ટ્રની સીટો પર મંથન


જયશ્રીરામ અને હિન્દુ તહેવારોને લઈને ભાજપ હમેશાં ટીએમસી પર પ્રહાર કરતું રહે છે. ત્યારે મમતા બેનર્જીનો એક કિસ્સો પીએમ મોદી સાથેના કાર્યક્રમનો છે, જ્યાં દીદી જયશ્રીરામના નારા સાંભળી ગુસ્સે થઈ ગયા હતા અને બોલ્યા વગર જતા રહ્યા હતા.


પશ્ચિમ બંગાળમાં દૂર્ગા પૂજા, સરસ્વતી પૂજા હમેશાંથી ધામધૂમપૂર્વક ઉજવાય છે, જોકે સમયની સાથે સાથે રામનવમી અને હનુમાન જયંતિને પણ લોકો જોરશોરથી મનાવે છે. જેને ધ્યાને રાખીને મમતા બેનર્જીએ આ નિર્ણય લીધો હોવાનું પણ કહેવાય છે. જોકે લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીનો આ દાવ TMCને કેટલો ફાયદો કરાવે છે અને ભાજપને કેટલું નુકસાન. તે જોવું રહ્યું.