BJP જલ્દી જાહેર કરશે ઉમેદવારોની બીજી યાદી, ગુજરાત-મહારાષ્ટ્રની સીટો પર મંથન, કાલે CECની મહત્વની બેઠક

11 માર્ચ એટલે કે સોમવારે ભાજપની સીઈસીની મહત્વની બેઠક યોજાવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગણાની સીટો પર ઉમેદવારોના નામ પર મંથન બાદ બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે. 

BJP જલ્દી જાહેર કરશે ઉમેદવારોની બીજી યાદી, ગુજરાત-મહારાષ્ટ્રની સીટો પર મંથન, કાલે CECની મહત્વની બેઠક

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદી બાદ હવે બીજી યાદીની તૈયારી શરૂ કરી દીધી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાર્ટી બીજી યાદી જલ્દી જાહેર કરી શકે છે. હવે જાણકારી સામે આવી છે કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ સોમવારે સાંજે બેઠક કરશે, જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણાની બાકી લોકસભા સીટો પર ઉમેદવારોના નામની ચર્ચા થશે. 

શનિવારે મોડી રાત્રે યોજાઈ ભાજપ કોર ગ્રુપની બેઠક
હકીકતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણાની લોકસભા સીટો પર ઉમેદવારોને લઈને છેલ્લા ત્રણ દિવસથી ભાજપના કોર ગ્રુપની બેઠક થઈ રહી છે. શનિવારે મોડી રાત્રે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવની સાથે તેલંગણાના નેતાઓ સામેલ થયા હતા. 

આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથે લડશે ચૂંટણી
ભાજપે સાઉથમાં ખુબને મજબૂતી આપવા માટે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબૂ નાયડૂની પાર્ટી ટીડીપી અને જનસેનાની સાથે ગઠબંધન કરી સીટ શેયરિંગ પર ડીલ પાક્કી કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આંધ્રમાં 8 સીટો પર ચૂંટણી લડી શકે છે. બાકીની અન્ય સીટો પર ટીડીપી ચૂંટણી લડશે. 

આ પહેલા ભાજપે 2 માર્ચે આગામી લોકસભા ચૂંટણી માટે 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 195 સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. ભાજપના પ્રથમ લિસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 34 મંત્રીઓના નામ સામેલ હતા. 

195 સીટો પર ઉમેદવારોની જાહેરાત
ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્ય પ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરલની 12, તેલંગણાની 9, અસમની 11, ઝારખંડની 11, છત્તીસગઢની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 3, અરૂણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, અંડમાનની 1, દમણ અને દીવની 1 સીટ માટે ઉમેદવારોના નામ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news