નવી દિલ્હીઃ કેન્દ્રએ ગુરૂવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે રામસેતુને રાષ્ટ્રીય હેરિટેજ સ્મારક જાહેર કરવાના મુદ્દા પર વિચાર કરી રહ્યું છે. આ મુદ્દા પર રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી તરફથી દાખલ એક જનહિત અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની પીઠે સ્વામીને કહ્યું કે જો તે ઈચ્છે તો સરકારને એક અરજી આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, મામલામાં કેન્દ્ર સરકારની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ ખંડપીઠે અરજદારને કહ્યું કે જો તે ઈચ્છે તો રજૂઆત કરી શકે છે. કોર્ટે કેન્દ્રને નિર્ણય લેવા કહ્યું અને સ્વામીને સરકારના નિર્ણયથી અસંતુષ્ટ હોય તો ફરીથી કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી. તેના પર સ્વામીએ કહ્યું કે, અમે કોઈને મળવા ઈચ્છતા નથી. અમે એક પાર્ટીમાં છીએ. અમારા ઘોષણાપત્રમાં આ છે. તેને છ સપ્તાહમાં નક્કી કરવા દો. અમે ફરી આવીશું. લો ઓફિસરે કહ્યું કે, કેન્દ્ર સરકાર મામલાને જોઈ રહી છે. 


આ પણ વાંચોઃ નવી સંસદમાં લોકસભા તૈયાર, પહેલીવાર સામે આવી અંદરની તસવીર, જોઈને દંગ રહી જશો


આ પહેલાની સુનાવણી દરમિયાન અરજીકર્તા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે આ મામલામાં કેન્દ્રએ સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તે અરજીનો વિરોધ કરી રહી છે? સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે મામલાની સુનાવણી ટાળતા કહ્યુ હતુ કે મામલો તેમની સામે હાલમાં આવ્યો છે, તેવામાં તે અરજીને જોવા ઈચ્છે છે. 


તો કોર્ટે ભાજપ નેતા સ્વામીને કહ્યુ કે, મામલા સાથે જોડાયેલા વધારાના પૂરાવા મંત્રાલયને આપી શકે છે. પરંતુ તેમણે તેના પર કહ્યું કે, તે મંત્રાલયને પૂરાવા કેમ આપે? તેમણે કહ્યું કે, તે ઘણા પત્ર મંત્રાલયને મોકલી ચુક્યા છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube