આ મહિનાથી ચાલુ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય: સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન
ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામી (Subramanian Swamy) અયોધ્યામાં બે દિવસીય મુલાકાતે છે
અયોધ્યા : ભાજપના (BJP) વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) દાવો કર્યો કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram temple) બનાવવાનું નિર્માણ કાર્ય નવેમ્બર મહિના બાદ ચાલુ થઇ જશે. તેમણે એવું પણ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા રામ જન્મભુમિ- બાબરી મસ્જિદ વિવાદનો નિર્ણય રામ મંદિરના (Ram temple) પક્ષમાં આવશે. સ્વામી અયોધ્યામાં બે દિવસીય મુલાકાતે આવશે. તેમણે કહ્યું કે, પુજા કરવાનો અધિકાર મુળભુત અધિકારી પૈકી એક છે અને તેને છીનવી શકાય નહી.
કાશ્મીર અંગે બ્રિટિશ સાંસદનું ભારતને સમર્થન, કહ્યું પહેલા PoK ખાલી કરે પાકિસ્તાન
અગાઉ સત્તાપક્ષ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની (રાજગ) સહયોગી પાર્ટી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram temple ) નિર્માણ ઝડપી થાય તેના માટે કાર્યવાહી કરવાની વાત કહી હતી. સ્વામીની આ ટિપ્પણી તે નિવેદનનાં તોડા દિવસો બાદ આવી છે. શિવસેના પ્રમુખે કહ્યું હતું કે, અનુચ્છેદ 370ને રદ્દ કરવા અને જમ્મુ કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લીધા બાદ મોદી સરકારે દેખાડ્યું છે કે આ નિર્ણય લેનારી સરકાર છે.
ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા માટે હાકલ કરી
બુરખો પહેરીને ફરી રહ્યો હતો યુવક, પોલીસે પકડ્યો તો ખુલી વિચિત્ર પ્રેમકથા
સરકારે કહ્યું હતું કે, હવે અનુચ્છેદ 370 હટાવી દેવામાં આવ્યો છે, સમય આવી ચુક્યો છે કે રામ મંદિરનું (Ram temple) નિર્માણ હોય અને એક સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે. ઠાકરેએ કહ્યું હતું. અમે ચૂંટણી પહેલા કહ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. વિપક્ષ કહી રહ્યા હતા કે અમે અનુચ્છેદ 370ને ખતમ નહી કરી શકીએ અને આજે મને મોદીજી પર ગર્વ છે.