ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા માટે હાકલ કરી

શિવસેનાના સુત્રોએ દાવો કર્યો કે ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું કે, જો એકલા હાથે ચૂંટણી લડવાની સ્થિતીપેદા થાય તો તેના માટે પણ તૈયાર રહેવાની ભલામણ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા માટે હાકલ કરી

મુંબઇ : શિવસેના અને ભાજપ વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણી માટે (Maharashtra Assembly Elections 2019) ગઠબંધનની જાહેરાત અત્યાર સુધી નથી થઇ. આ તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Udhav Thackeray) રવિવારે મુંબઇમાં પાર્ટીની બેઠકમાં કાર્યકર્તાઓને એકાંતમાં ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. શિવસેનાના સુત્રોએ દાવો કર્યો કે ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુંકે, જો તેઓ એકલા ચૂંટણી લડવાની સ્થિતી પેદા થાય છે તો તેઓ આવી સ્થિતી માટે તૈયાર રહે. જો કે ઠાકરેએ તેમ પણ જણાવ્યું કે, તેઓ એકલા ચૂંટણી લડવાનાં પક્ષમાં નથી.

બુરખો પહેરીને ફરી રહ્યો હતો યુવક, પોલીસે પકડ્યો તો ખુલી વિચિત્ર પ્રેમકથા
એક માન્યતા અનુસાર ભાજપે શિવસેનાને 108 સીટો ઓફર કરી છે જેના પર શિવસેના તૈયાર નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે અને ભાજપ બાકીની તમામ સીટો પર ચૂંટણી લડવા માંગે છે. કેટલીક સીટો એનડીનાં સહયોગી દળોને ફાળવવા અંગે બંન્ને દળ સંમત છે. એવી સ્થિતીમાં શિવસેના સહજ નથી. ભાજપે પહેલા જ તે સ્પષ્ટ કહી ચુક્યા છે કે તેઓ સત્તામાં પરત ફરશે અને તેમનાં જ નેતૃત્વમાં સરકાર બનશે.

ગ્રેટર નોએડા: ભાતમાંથી મીટ નિકળતા ભડક્યાં વિદ્યાર્થીઓ, ધર્મ ભ્રષ્ટ કર્યાનો આરોપ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાલમાં જ કહ્યું હતું કે તેઓ નિશ્ચિત રીતે વિધાનસભા ચૂંટણી જીતીને ફરીથી મુખ્યમંત્રી બનશે. ફડણવીસ મહાજનસંદેશ યાત્રા હેઠળ સમગ્ર રાજ્યની મુલાકાત કરી રહ્યા છે. 

જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !
બીજી તરફ શિવસેનાના યુવા ચહેરા આદિત્ય ઠાકરે પર વિધાનસભા ચૂંટણીના પહેલીવાર દાવ પર લગાવી રહ્યા છે. આદિત્ય પણ મતદાતાઓને આકર્ષવા માટે રાજ્યની મુલાકાત કરી રહ્યા છે. શિવસેના આદિત્યને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. મહારાષ્ટ્રનું રાજકીય ગરમાવો વધી ચુક્યો છે. ચૂંટણી પંચે અત્યાર સુધી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરી. સુત્રો અનુસાર 17 સપ્ટેમ્બર ચૂંટણી પંચની આગામી વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news