નવી દિલ્હી : ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ગુરૂવારે કહ્યું કે, સરકાર એક દેશ એક રેશનકાર્ડની તરફ વધી રહ્યું છે, જેના કારણે લાભાર્થી દેશમાં ક્યાંય પણ કોઇ પણ રેશનિંગની દુકાનેથી પોતાનું અનાજ પ્રાપ્ત કરી શકશે. મંત્રી ખાદ્ય સુરક્ષાના રાજ્યનાં ખાદ્ય સચિવોની સાથે એક સમ્મેલનમાં બોલી રહ્યા હતા. આ સમ્મેલનમાં ભારતીય ખાદ્ય નિગમ (FCI), કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) અને રાજ્ય ભંડારણ નિગમ (SWC) ના અધિકારીઓ પણ હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહુવિવાહ પર પ્રતિબંધ લગાવીને મુસ્લિમ મહિલાઓને મળી શકે છે રાહત: સ્વરૂપાનંદ સરસ્વતી
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાસવાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનાં કુશળ કાર્યાન્વયન, પુર્ણ કમ્યુટરીકરણ, ખાદ્યાન્નના સંગ્રહણ અને વિતરણમાં પારદર્શીતા અને એફસીઆઇ, સીડબલ્યુસી અને એસડબલ્યુસી ડિપોની ઓનલાઇન સિસ્ટમ (ડોસ) સાથે સમન્વય સહિત અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી. 


તમિલ એક્ટર મંસુર અલી સુપ્રીમની શરણે, EVM સાથે ટેમ્પરિંગ સાબિત કરવાની પરવાનગી માંગી
રાહુલ ગાંધીની હૈયાવરાળ બાદ કોંગ્રેસી નેતાઓ ભોંઠા પડ્યા, કમલનાથે સ્વિકારી હારની જવાબદારી
એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની તરફ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બેઠકમાં એક રાષ્ટ્ર એક રેશનકાર્ડની તરફથ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો, જે તમામ લાભાર્થીઓ, વિશેષ રીતે પ્રવાસીઓને સુનિશ્ચિત કરશે કે તેઓ પોતાની પસંદગીની કોઇ પણ રેશનિંગની દુકાનથી સમગ્ર દેશમાં પીડીએસ (જાહેર વિતરણ પ્રણાલી)નો ઉપયોગ કરી શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ પગલું લાભાર્થીઓને સ્વતંત્રતા પ્રદાન કરસે કારણ કે તેઓ કોઇ એક રેશનિંગની દુકાનથી બંધાયેલા નહી હોય અને દુકાનનાં માલિકો પર પોતાની નિર્ભરતા ઘટાડશે અને ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવશે. 


અમેરિકાથી કરોડોની નોકરી છોડીને આવેલા આ સાંસદનું પહેલું ભાષણ થયું વાઇરલ
જેના સૌથી મોટા લાભાર્થી તેઓ પ્રવાસી મજુરો હશે
પાસવાને કહ્યું કે, તેનો સૌથી વધારે લાભ પ્રવાસી મજુરોને મળશે જેઓ સારા રોજગારની આશાએ બીજા રાજ્યોમાં જાય છે અને પોતાની રેશનિંગની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે. પીડીએસ(આઇએમપીડીએસ) પ્રણાલીનું એકીકૃત મેનેજમેન્ટ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરામાં પહેલાથી જ ચાલુ છે, જેમાં એક લાભાર્થી રાજ્યનાં કોઇ પણ જિલ્લામાંથી પોતાના હિસ્સાનું ખાદ્યાન્ન પ્રાપ્ત કરી શકે છે. અન્ય રાજ્યોએ પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ ઝડપથી આઇએમપીડીએસને લાગુ કરશે. 


મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી
નિવેદનમાં જણઆવ્યું છે કે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ વન નેશન વન રાશન કાર્ડનાં ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યા છે અને આગામી બે મહિનામાં તેલંગાણા અને આંધ્રપ્રદેશનાં લાભાર્થી પીડીએસની દુકાનોનો ઉપયોગ કરી શકશે. વિભાગનો ઉદ્દેશ્ય તે સુનિશ્ચિત કરવાનો છે કે તેને સમયબદ્ધ પદ્ધતીથી કરવાના રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવામાં આવે.