કમલ હાસનના નિવેદન પર PM મોદીના મંત્રીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું...
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ફિલ્મ કલાકાર કમલ હાસનના નિવેદન પર કહ્યું છે કે આતંકવાદ માત્ર આતંકવાદ હોય છે અને આતંકીનો કોઇ ધર્મ અથવા મઝહબ અથવા જાતિ હોતી નથી. તેમણે કહ્યું કે, આ સત્ય છે કે નાથૂરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી
મુંબઇ: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ફિલ્મ કલાકાર કમલ હાસનના નિવેદન પર કહ્યું છે કે આતંકવાદ માત્ર આતંકવાદ હોય છે અને આતંકીનો કોઇ ધર્મ અથવા મઝહબ અથવા જાતિ હોતી નથી. તેમણે કહ્યું કે, આ સત્ય છે કે નાથૂરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી અને બંને હિન્દૂ હતા પરંતુ તેને હિન્દુ ધર્મ સાથે જોડવું એકદમ ખોટુ છે. જે રીતે આતંકી કોઇ પણ ધર્મમાં હોઇ શકે છે પછી ભલે તે મુસ્લિમ હોય, હિન્દૂ હોય, દલિત હોય, શીખ હોય કે પછી ઇસાઇ હોય. એટલા માટે હું આ વાતનું સમર્થન નથી કરતો. જો કે, નાથૂરામ ગોડસેને હું એક આતંકી જરૂર ગણું છું કેમકે તેમણે ગાંધીજીની હત્યા કરી હતી.
વધુમાં વાંચો: સની દેઓલની કારનો અકસ્માત, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યો હતો કાફલો
નરેન્દ્ર મોદી જ બનશે ફરી PM
બીજી તરફ અઠાવલેએ એવું પણ કહ્યું કે, આ વખતે મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશમાં ભાજપને થોડો ફટકો જરૂર પડશે અને સીટોમાં ઘટાડો જોવા મળશે. મહારાષ્ટ્રમાં આ વખતે લગભગ 5થી 6 બેઠકો પર નુકસાન થવાની સંભાવના છે. તમને જણાવી દઇએ કે ગત વખતે શિવસેના ભાજપે ભેગા મળીને 42 બેઠકો પર જીત મેળવી હતી. તે સમયે સ્વાભિમાન ફાર્મર્સ પાર્ટીના રાજૂ શટ્ટી પણ આ ગઠબંધનમાં સાથે હતા. હવે અલગ છે.
વધુમાં વાંચો: PM મોદી પહેલા મને બહેનજી કહેતા હતા હવે, બુઆ-બબુઆ કહે છે, આ છે એમનો દલિત પ્રેમ : માયાવતી
અઠાવલેએ યૂપીમાં આ વખતે ભાજપને 10થી 15 બેઠકનું નુકસાન થવાની સંભાવના દર્શાઇ છે, પરંતુ એવું પણ કહ્યું કે, ભાજપને સમગ્ર દેશમાં 260થી વધારે બેઠકો મળશે અને એનડીએને 330થી 340ની આસપાસ બેઠક આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે.
વધુમાં વાંચો: નામદાર ભાષણની શરૂઆત ગાળોથી કરે છે, દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી: PM મોદી
કમલ હાસનનું નિવેદન
મક્કલ નીધિ મૈયમ (એમએનએમ)ના સંસ્થાપક કમલ હાસને એવું કહી નવો વિવાદ ઉભો કર્યો છે કે, આઝાદ ભારતના પહેલા ‘આતંકવાદી હિન્દૂ’ હતા. તેઓ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેના સંદર્ભમાં વાત કરી રહ્યાં હતા. રવિવારની રાત્રે એક ચૂંટણી સભાને સંબોધન કરતા સમયે હાસને કહ્યું હતું કે, તેઓ એક એવા સ્વામિભાની ભારતીય છે જે સમાનતાનું ભારત ઇચ્છે છે.
વધુમાં વાંચો: ED ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેના પતિ, 1875 કરોડ લોન મામલે પૂછપરછ
તેમણે કહ્યું કે, ‘હું આવું એટલા માટે નથી કહી રહ્યો કે આ એક મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, તેના બદલે હું ગાંધીની મૂર્તિ આગળ આ બોલું છું. આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દૂ હતો અને તેનું નામ નાથૂરામ ગોડસે છે. ત્યારથી આતંકવાદની શરૂઆત થઇ છે. મહાત્મા ગાંધીની 1948માં હત્યાનો સંદર્ભ આપતા હાસને કહ્યું કે, હું તે હત્યાનો જવાબ શોધવા આવ્યો છું.’
જુઓ Live TV:-