નામદાર ભાષણની શરૂઆત ગાળોથી કરે છે, દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી રેલી (Lok sabha elections 2019) માં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, નામદાર ભાષણની શરૂઆત જ ગાળોથી કરે છે. જણાવો દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી.

નામદાર ભાષણની શરૂઆત ગાળોથી કરે છે, દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી: PM મોદી

રતલામ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી રેલી (Lok sabha elections 2019) માં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, નામદાર ભાષણની શરૂઆત જ ગાળોથી કરે છે. જણાવો દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી. 1984ના શીખ વિરોધી રમખાણ વિશે હું ફરી એકવાર કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની ટિપ્પણી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, થયું તે થયું ટિપ્પણી કોંગ્રેસના અહંકારને દર્શાવે છે. સેનાના સંદર્ભમાં કહ્યું કે, પહેલા સરકારે જવાનોને બુલેટપ્રૂફ જેકેટ આપ્યા નથી.

આ વખતે સત્તા સમર્થક લહેર
આ પહેલા ગત લોકસભા ચૂંટણી અને હાલની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાતાઓના મૂડની સરખામણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દાવો કર્યો છે કે આ વખતે એનડીએ ગઠબંધન શાસનના સમર્થક લહેર છે. તેમણે કહ્યું કે, વર્ષ 2014ની ચૂંટણી ઇન્કમ્બેન્સી (સત્તાવિરોધી લહેર) ની હતી. જ્યારે 2019ની હાલમાં ચૂંટણી પ્રો-ઇન્કમ્બેન્સી (સત્તા સમર્થક લહેર) ની છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, વંશવાદ અને નીતિગત લકવાની સામે જનતાનો આક્રોશ ટોચ પર હતો. જ્યારે 2019ની ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ ટોચ પર છે.

મોદીએ કહ્યું કે, 2014ની ચૂંટણીમાં દેશે મને અને મારા કામ વિશે સાંભળ્યું હતું. 2019ની આ ચૂંટણીમાં દેશ મારા કામને જાણવા લાગ્યો છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ ભારતીય જનતા ચૂંટણી લડી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, મારી નિષ્ઠા નીયત અને નીતિનો અંદાજ ઓછો-વધુ હોઈ શકે છે. પરંતુ મારા ઇરાદામાં કોઇ પણ ખોટ કાઢી શકે નહીં.

માદીએ તેમના વિરોધીઓ પર આક્રમણ કરતા કહ્યું કે, અમે હમેશાં દેશમાં શાસક દળને હટાવવા માટે જનતાને ઉભી થતા જોઇ છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, દેશનો મતદાર શાંત છે. પરંતુ આ વખતે મતદાર બોલે છે અને તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી (એનડીએ) સરકારને ફરી ચૂંટવા માટે ઉભા થઇ ગયા છે. આ કારણે ઘણા નેતાઓની ઊંઘ હરામ થઇ ગઇ છે અને નિવેદનબાજી મામલે પોતાનું સંતુલન ગુમાવી દીધું છે.

વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણોને લઇને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદન ‘થયું તો થયું’ ટિપ્પણીને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે આ કથન કોંગ્રેસના અહંકારને દર્શાવે છે. તેમણે કોંગ્રેસ રાહુલ ગાંધીની દ્રષ્ટી પર સવાલ કરતા કહ્યું કે, વંશવાદની સીડી ચઢી તેમને (રાહુલ) પાર્ટીની કમાન તો મળી શકે છે, પરંતુ દૂરદ્રષ્ટી મળી શકતી નથી.

વડાપ્રધાને અલવરમાં દલિત મહિલા સાથે સામૂહિક બળાત્કાર પર કહ્યું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આ મામલાને દબાવવાનો પ્રયત્ન કર્યો છો. મોદીએ બસપા સુપ્રીમો માયાવતી પર નિશાન સાધતા કહ્યું કે, જો તેઓ આ ઘટનાને લઇને એટલી જ ચિંતિત છે તો તેમની પાર્ટીએ રાજસ્થાનની કોંગ્રેસ નીત સરકારથી સમર્થન પરત ખેંચી લેવું જોઇએ.
(ઇનપુટ એજન્સી, ભાષા)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news