યોગીથી નારાજ થયા બાબા રામદેવ, યૂપીથી શિફ્ટ કરાશે પતંજલિ ફૂડપાર્ક
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, યૂપીમાં પ્રશાસન કામ કરતું નથી. અહીં ધીંગામસ્તી થઈ રહી છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના નાઈડામાં બનનારા પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કને રાજ્યની બહાર ખસેડવામાં આવશે. પતંજલિ કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણએ આ જાણકારી આપી છે.
બાલકૃષ્ણનું કહેવું છે કે, યૂપી સરકારના નિરાશાજનક વલણને કારણે ફૂડ પાર્કને શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. હવે કિસાનોનું જીવન શાનદાર નહીં થઈ સકે. તમને જણાવી દઈએ કે, નોઇડામાં ફૂડ પાર્કની આધારશિલા પ્રદેશમાં ગત સરકારના મુખિયા અખિલેશ યાદવે રાખી હતી.
બાલ કૃષ્ણએ ટ્વીટ કર્યું, આજે ગ્રેટર નોઇડામાં કેન્દ્રીય સરકાર સ્વીકૃત મેગા ફૂડ પાર્કને રદ્દ કરવાની સૂચના મળી શ્રીરામ તથા કૃષ્ણની પવિત્ર ભૂમિના કિસાનોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો સંકલ્પ સ્થાનિક સરકારની ઉદાસિનતાને કારણે અધુરો રહી ગયો. પતંજલિએ પ્રોજેક્ટને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે, આ પરિયોજનાનો ખર્ચ 1666.80 કરોડ રૂપિયાનો હતો. આ ફૂડ પાર્ક 455 એકરમાં બનવાનું હતું. બાબા રામદેવ પ્રમાણે, આ ફૂડ પાર્કથી 8000થી વધુ લોકોને સીધો રોજગાર અને 80 હજાર લોકોને પરોક્ષ રોજગાર મળવાનો હતો.
પતંજલિ તરફથી કહેવામાં આવ્યું કે, હવે આ ફૂડ પાર્ક બહાર જવાથી રાજ્યને અને અહીં રહેનારા લોકોને નુકસાન જશે. પતંજલિએ આ ફૂડ પાર્ક અન્ય ક્યા સ્થળે ખસેડવામાં આવશે તે હજુ જણાવ્યું નથી.