નવી દિલ્હી: સંસદના જોઈન્ટ સત્રને જ્યારે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું ત્યારે સમગ્ર સદન તેમને ગંભીરતાથી સાંભળી રહ્યું હતું ત્યારે જે સમયે કેમેરાની નજર  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ફરી તો તેઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યાં. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કહ્યું કે સરકાર મજબુત, સુરક્ષિત અને સમાવેશી ભારત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની જનતાએ વિકાસની ગતિમાં ઝડપ લાવવા માટે જનાદેશ આપ્યો: રાષ્ટ્રપતિ કોવિંદ


હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીના પરિણામોને ભારતની વિકાસ યાત્રા ચાલુ રાખવાના માટેનો જનાદેશ ગણાવતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે સરકારે ખેડૂત, વેપારીઓ, સહિત સમાજના તમામ વર્ગો માટે કઈંક મહત્વના નિર્ણય લીધા છે અને તેના પર અમલીકરણ શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે સરકાર એક મજબુત, સુરક્ષિત અને સમાવેશી ભારત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. 


વધુ વિગતો માટે જુઓ વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...