લખનઉઃ Samajwadi Party Leader Azam Khan: સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો કિલો ધ્વસ્ત થઈ ગયો છે. રામપુરમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસિમ રાજાને હાર મળી છે. ભારતીય જનતા પાર્ટીના આકાશ સક્સેનાએ આસિમ રાજાને 33 હજારથી વધુ મતથી પરાજય આપ્યો છે. રામપુરના લોકોએ 6 મહિનામાં બીજીવાર આઝમ ખાનને ઝટકો આપ્યો છે. આ પહેલા જૂનમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં પણ સપા ઉમેદવાર આસિમ રાજાને હાર મળી હતી. ત્યારે તેમને ભાજપના ધનશ્યામ લોધીએ 40 હજારથી વધુ મતે પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નફરત ફેલાવનારૂ ભાષણને લઈને એપ્રિલ 2019માં નોંધાયેલા એક કેસમાં દોષી સાબિત થયા બાદ રામપુરના ધારાસભ્ય આઝમ ખાનને ત્રણ વર્ષની કેદની સજા મળી હતી, ત્યારબાદ તેમને વિધાનસભા અધ્યક્ષે અયોગ્ય ઠેરવી દીધા હતા. વિવિધ મામલામાં બે વર્ષ કરતા વધુ સમય સુધી જેલમાં રહ્યા બાદ સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ચહેરા મનાતા આઝમ ખાને આસિમ રાજા માટે મત માંગ્યા અને કહ્યું કે, તેમણે (આઝમ ખાનની) સાથે ભાજપ સરકારે અન્યાસ કર્યો છે. 


આ પણ વાંચોઃ હિમાચલમાં કોંગ્રેસને 'ઓપરેશન લોટસ'નો ડર, ધારાસભ્યોને મોહાલી શિફ્ટ કરાશે


આઝમ ખાનનો ગઢ રહ્યું છે રામપુર
રામપુરના ખુબ પ્રભાવશાળી નેતા મનાતા આઝમ લગભગ 45 વર્ષ બાદ પ્રથમવાર કોઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં નહોતા. પેટાચૂંટણીમાં સપા ઉમેદવારના રૂપમાં તેમના વિશ્વાસપાત્ર આસિમ રાજા ભલે મેદાનમાં હતા પરંતુ હકીકતમાં ચૂંટણી આઝમ ખાનની પ્રતિષ્ઠાની હતી. 


આઝમ ખાન છ વર્ષ સુધી ચૂંટણી લડશે નહીં, જેથી તે જાણતા હતા કે રામપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને પરાજય આપવો જરૂરી છે. છેલ્લા આશરે ચાર દાયકા સુધી રામપુરની ચૂંટણી આઝમ ખાનની આસપાસ રહી હતી. પરંતુ હવે ભાજપે સપાનો આ મજબૂત કિલો પણ ધરાશાયી કરી દીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube