Hanuman Chalisa row: મુંબઇ સેશન્સ કોર્ટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસા પાઠ કરવાના મામલે રાણા દંપતિની જામીન અરજી પર આદેશ સુરક્ષિત કર્યો છે. સોમવારે કોર્ટ તેમનો નિર્ણય સંભળાવશે. લાંબી ચર્ચાને કારણે કોર્ટ આજે આદેશ આપી શકી નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાન ચાલીસા વિવાદ મામલે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા જેલમાં બંધ છે. મુંબઇ સેશન્સ કોર્ટમાં આજે રાણા દંપતિની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં રાણા દંપતિ તરફથી બે વકીલોએ દલીલ કરી હતી. જ્યારે ખાર પોલીસ સ્ટેશનનો પક્ષ રજૂ કરવા એસએસપી પ્રદીપ ઘરાટ હાજર હતા. સુનાવણી દરમિયાન એસએસપીએ કોર્ટમાં કહ્યું કે, જો કોઈ એવું કહે છે કે, હનુમાન ચાલીસાના પાઠ કરવા તેમનો અધિકાર છે તો તે જાણવું જરૂરી છે કે તે શું કાયદાની મર્યાદામાં છે.


ચાઈનીઝ કંપની પર ED ની મોટી કાર્યવાહી, શાઓમીની 5551.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત


કોર્ટમાં એસએસપીએ વધુમાં કહ્યું- જેના ઘર સામે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે શું તેઓ આ મામલે સંમત છે. આ કૃત્ય દ્વારા સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પોલીસે કોર્ટમાં કહ્યું કે, રવિ રાણા પર પહેલાથી 17 કેસ અને નવનીત રાણા પર 6 કેસ નોંધાયેલા છે. રાણા દંપતિના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે, વર્તમાન સરકાર માત્ર શિવસેનાની નથી, તેમાં ત્રણ દળ સામેલ છે. રાજ્ય સરકારને પડકાર આપવો રાજદ્રોહ સમાન નથી.


ભારતીય અર્થતંત્રને મોટું નુકસાન, રિઝર્વ બેંકે કર્યો ચોંકાવનારો ખુલાસો


જો કે, અગાઉ શુક્રવારે મુંબઇ પોલીસે સ્પેશિયલ કોર્ટમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની યોજના સામાન્ય લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં તે રાજ્ય સરકારને પડકાર આપવાનું એક મોટું ષડયંત્ર હતું. પોલીસે દાવો કર્યો છે કે, વિપક્ષી દળ ભાજપ અને ઠાકરેના રાજકીય વિરોધી તેમને હિન્દુ વિરોધી તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેઓ બતાવવા માંગે છે કે, વર્તમાન સરકારમાં હિન્દુઓ માટે તેમના ધર્મનું પાલન કરવું મુશ્કેલ છે.


સુપરસ્ટાર યશની ફિલમ કેજીએફ ચેપ્ટર 2 નો ધમાકો, દુનિયાભરમાં રોકી ભાઈનો વાગ્યો ડંકો


ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પોતાના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ રાણા દંપતિની ધરપકડ કરવામાં આવી હતી. રાણા દંપતિએ તેમની યોજનાને સ્થગિત કરી પરંતુ IPC ની વિવિધ કલમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે જૂથના લોકો વચ્ચે દુશ્મનાવટ વધારવા અને રાજદ્રોહ જેવા આરોપ સામેલ છે. જો કે, હાલમાં રાણા દંપતિ ન્યાયિક કસ્ટડીમાં છે. નવનીત રાણા ભાયખલા સ્થિત મહિલા જેલમાં બંધ છે જ્યારે તેમના પતિ પૂર્વ મહારાષ્ટ્રના તલોજા સ્થિત જેલમાં બંધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube