RBI Report on Indian Economy: ભારતીય અર્થતંત્રને મોટું નુકસાન, રિઝર્વ બેંકે કર્યો ચોંકાવનારો ખુલાસો

RBI Report on Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થા પર ભારતીય રિઝર્વ બેંકે આપેલા પોતાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના મહામારી દરમિયાન 52 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે.

RBI Report on Indian Economy: ભારતીય અર્થતંત્રને મોટું નુકસાન, રિઝર્વ બેંકે કર્યો ચોંકાવનારો ખુલાસો

RBI Report on Indian Economy: કોરોના મહામારીએ સામાન્ય માણસને તો પરેશાન કર્યો છે પરંતુ આ સાથે ભારતની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. કોરોના મહામારીથી થયેલા નુકસાનથી બહાર આવવા ભારતીય અર્થવ્યવસ્થાને એક દાયકાથી વધુ સમય લાગશે એવું ભારતીય રિઝર્વ બેંકે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે.

ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના મહામારીના પ્રભાવ અંગે આરબીઆઇના રિપોર્ટમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને લગભગ 52 લાખ કરોડ રૂપિયાના પ્રોડક્શનને નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રિઝર્વ બેંકના વર્ષ 2021-22 માટે કરન્સી અને ફાઇનાન્સ પર રિપોર્ટની મહામારીના નિશાન સ્ટડીમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, કોરોનાની વારંવાર વાપસી અર્થવ્યવસ્થાના સુધારામાં અવરોધ છે. જેના કારણે જીડીપીના ત્રિમાસિક વલણમાં પણ ઉતાર-ચઢાવ આવ્યા છે.

નાણાકીય વર્ષ 2020-21 ના પહેલા ત્રણ મહિનામાં મહામારીની પહેલી લહેરથી અર્થવ્યવસ્થાને ઘેરો પ્રભાવ જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. જો કે, ત્યારબાદ અર્થવ્યવસ્થાએ ગતિ પકડી હતી, પરંતુ નાણાકીય વર્ષ 2021-22 ના એપ્રિલ-જૂન ત્રણ મહિનામાં મહામારીની બીજી લહેરે તેના પર વધુ અસર કરી. ત્યારબાદ જાન્યુઆરી 2022 માં આવેલી ત્રીજી લહેરે પણ અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારી પહેલાના સમયમાં વૃદ્ધ દર 6.6 ટકાની આસપાર હતો. મંદીના સમયને છોડી દઈએ તો 7.1 ટકા હતો.

આ અનુસાર નાણાકીય વર્ષ 2020-21 માટે વાસ્તવિક વૃદ્ધ દર 6.6 ટકા, 2021-22 માટે 8.9 ટકા અને 2022-23 માટે 7.2 ટકાનો અપેક્ષિત વૃદ્ધિ દર જોતાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારીથી થયેલા નુકસાન પહોંચી વળવા માટે ભારતને 2034-35 સુધીનો સમય લાગશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2020-21 અને 2021-22 અને 2022-23 માં ઉત્પાદનને થયેલું નુકસાન ક્રમશ: 19.1 લાખ કરોડ રૂપિયા, 17.1 લાખ કરોડ રૂપિયા અને 16.4 લાખ કરોડ રૂપિયા છે.
(ઇનપુટ:PTI)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news