AAP Entry In MP: મધ્યપ્રદેશમાં આપની ધમાકેદાર એન્ટ્રી, ભાજપ પાસેથી સિંગરૌલી કોર્પોરેશનની સત્તા છીનવી
AAP Entry In MP: મધ્ય પ્રદેશની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી છે. આપે સિંગરૌલી કોર્પોરેશન પર કબજો કરી લીધો છે. સિંગરૌલીથી આપની મેયર ઉમેદવાર રાની અગ્રવાલે જીત હાસિલ કરી છે.
સિંગરૌલીઃ મધ્ય પ્રદેશમાં સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પ્રથમવાર મધ્યપ્રદેશમાં ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સિંગરૌલી કોર્પોરેશન પર કબજો કરી લીધો છે. આમ આદમી પાર્ટીની રાની અગ્રવાલે સિંગરૌલીમાં નવ હજાર મતોથી જીત હાસિલ કરી છે. સિંગરૌલી સીટ પર પહેલા ભાજપનો કબજો હતો. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર હતી. આ સાથે આમ આદમી પાર્ટી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય જગ્યાએ પણ લડી રહી હતી પરંતુ સિંગરૌલીમાં પાર્ટીને જબરદસ્ત સફળતા મળી છે.
સિંગરૌલી જિલ્લામાં આમ આદમી પાર્ટીએ અવિશ્વસનીય જીત હાસિલ કરી છે. રાની અગ્રવાલે ભાજપના ચંદ્ર પ્રતાપ વિશ્વકર્માને 9352 મતોથી હરાવ્યા છે. રાની અગ્રવાલ મારવાડી પરિવારમાંથી આવે છે. તે લાંબા સમયથી સમાજ સેવા કરે છે. આ સાથે રાજનીતિમાં પણ જોડાયેલા છે. જિલ્લા પંચાયત સભ્યના રૂપમાં પ્રથમવાર રાની અગ્રવાલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવારની થશે બમ્પર જીત, પાર્ટી પ્રમાણે સમજો ગણિત
તો જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં તેને અધ્યક્ષ બરાબર મત મળ્યા હતા પરંતુ ટ્રાઈમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2018ની વિધાનસભા ચૂંટણીમાં રાની આમ આદમી પાર્ટીની ટિકિટ પર મેદાનમાં ઉતરી હતી. જેમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ બીજીવાર મેયરના ઉમેદવાર બનાવ્યા અને તેણે પ્રચંડ જીત મેળવી છે. એટલું જ નહીં આ ક્ષેત્રમાં સાત કોર્પોરેટર પણ આપની ટિકિટ પર જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે સિંગરૌલીને એમપીની પાવર નગરી કહેવામાં આવે છે. આ જિલ્લામાં ઘણા પાવર પ્લાન્ટ છે. આ પ્રમાણે શહેરનો વિકાસ થયો નથી. સિંગરૌલી શહેરના લોકોએ આમ આદમી પાર્ટીને મત આપી પ્રદેશમાં એક મોટો સંદેશ આપ્યો છે. સાથે મધ્યપ્રદેશમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય પાર્ટીઓમાં ખલબલી મચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube