જયપુરઃ રાજસ્થાન સરકાર હવે રોમિયોગીરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરશે. રાજસ્થાનમાં આવા લોકોને હવે સરકારી નોકરી પણ મળશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિર્ણય કર્યો છે કે કોઈ વ્યક્તિ મહિલાની સતામણી અને દુષ્કર્મના મામલામાં આરોપી હશે તો તેને સરકારી નોકરીનો લાભ મળશે નહીં. આ નિર્ણયની જાહેરાત ગેહલોતે ટ્વીટ કરીને આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કર્યું ટ્વીટ
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટમાં લખ્યું કે, 'રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે યુવતીઓ તથા મહિલાઓ સાથે છેડછાડ, દુષ્કર્મના પ્રયાસ તથા દુષ્કર્મના આરોપીઓ તથા રોમિયાઓને સરકારી નોકરીઓમાં પ્રતિબંધિત કરવામાં આવશે. આ માટે રોમિયોગીરી કરનારાનો પોલીસ સ્ટેશનમાં હિસ્ટ્રીશીટરોની જેમ રેકોર્ડ રાખવામાં આવશે તથા રાજ્ય સરકાર/ પોલીસ દ્વારા જારી કરવામાં આવતા તેના ચરિત્ર પત્રમાં ઉલ્લેખ કરવામાં આવશે. આવા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની જરૂર છે.'


'આ સરકારે 9 વર્ષમાં 9 રાજ્યોની સરકાર પાડી દીધી', કેન્દ્ર પર સુપ્રિયા સુલેનો પ્રહાર


ભીલવાડા કાંડમાં પરિવારજનોને મળશે ન્યાય
ભીલવાડામાં સગીર સાથે દુષ્કર્મ તથા હત્યાની ઘટના દુખદ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસે આ ઘટનામાં તત્કાલ કાર્યવાહી કરી અને ગુનેગારોને જલદી સજા અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગેહલોતે કહ્યું કે આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube