'આ સરકારે 9 વર્ષમાં 9 રાજ્યોની સરકાર પાડી દીધી', કેન્દ્ર પર સુપ્રિયા સુલેનો પ્રહાર
એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યાં છે. સુપ્રિયા સુલેએ ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, પુડુચેરી અને મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ સરકારે નવ વર્ષમાં નવ સરકાર પાડી છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભામાં મંગળવારે મણિપુરના મુદ્દા પર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મહારાષ્ટ્રના બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના સાંસદ સુપ્રિયા સુલેએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યાં હતા. તેમણે 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના નારા યાદ અપાવ્યા અને મણિપુરમાં મહિલાઓ સાથે થયેલી ઘટનાને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી.
સુપ્રિયા સુલેએ મણિપુરની ઘટનાને લઈને કહ્યું કે, તેના અને આપણા વચ્ચેની વાત નથી. આ મહિલાઓની ડિગ્નિટીની વાત છે. તેમણે કહ્યું કે, તે કોઈની બહેન, કોઈની દીકરી, કોઈની પત્ની છે. તેની ઈજ્જત પર હુમલો થશે અને સરકાર ચુપ રહેશે? તેના પર ટ્રેઝરી બેંચ તરફથી રાજસ્થાનમાં મહિલાઓ સાથે થયેલી ઘટનાને લઈને કોઈ સભ્યએ કંઈ કહ્યું, જવાબમાં સુપ્રિયા સુલેએ કહ્યું કે રાજસ્થાન હોય કે મહારાષ્ટ્રમાં, તે દેશની દીકરી છે.
No Confidence Motion discussion | NCP MP Supriya Sule says, "I demand that the (Manipur) CM must resign immediately...10,000 cases of rioting, murder and rape. Have we become so insensitive? This is the problem with this Govt..." pic.twitter.com/9UCFXjtWad
— ANI (@ANI) August 8, 2023
સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકારને ફેલ ગણાવી અને તે પણ કહ્યું કે, હું ઈન્ડિયા માટે બોલવા ઉભી થઈ છું. તેમણે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર પાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. સુપ્રિયા સુલેએ કહ્યું કે સરકારે નવ વર્ષમાં નવ સરકારો પાડી દીધી. તેમણે ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, પુડુચેરી અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોના નામ લીધા હતા.
વંદે ભારત ટ્રેનના મુદ્દા પર તેમણે સરકારને ઘેરી હતી. સુપ્રિયા સુલેએ કહ્યું કે આ ટ્રેન ગરીબોની નથી.ગરીબો માટે ગરીબ રથ છે. યુપીએ સરકારના સમયે ઘણી ટ્રેન અમારા વિસ્તારમાં ચાલતી હતી અને આજે ટ્રેન રોકાતી પણ નથી. તેમણે ટામેટા અને ડુંબળીની કિંમતોની સાથે વધતી મોંઘવારી મુદ્દે પણ સરકારને ઘેરી હતી.
આ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુરની હિંસાને લઈને પ્રધાનમંત્રી મોદી પર હુમલો કરતા કહ્યું કે, તેમણે મૌન ધારણ કર્યું છે. તેમણે ગૃહમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ ફેલ ગણાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે