નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે પત્નીની સાથે બળાત્કારને ગુનો ગણાવનારી માંગવાળી અરજીો પર બે જજોની બેંચે અલગ-અલગ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રાજીવ શકધરે જ્યાં બારતીય બળાત્કાર કાયદામાં પતિને મળેલી છૂટને ગેરકાયદેસર ગણાવતા ખતમ કરવાનું કહ્યુ છે. તો બીજા ન્યાયાધીશ જસ્ટિસ સી હરિશંકરે છૂટને બંધારણીય ગણાવી છે. પરંતુ બંને જજ તે વાત પર સહમત હતા કે આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થવી જોઈએ કારણ કે મુદ્દો મહત્વના કાયદા સાથે જોડાયેલો છે. કોર્ટે કહ્યું કે, આ મુદ્દા પર બીજી હાઈકોર્ટે પણ પોતાના ચુકાદા આપ્યા છે, જે સર્વોચ્ચ કોર્ટની સામે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે જજોનો અલગ-અલગ ચુકાદો
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ રાજીવ શકધરે ભારતીય રેપ કાયદામાં પતિને મળેલી છૂટને ગેરબંધારયીણ ગણાવતા ખતમ કરવાનું કહ્યું. તો ન્યાયાધીશ સી હરિશંકરે પોતાના ચુકાદામાં છૂટને બંધારણીય ગણાવી છે. કોર્ટે 21 ફેબ્રુઆરીએ આ અરજીઓ પર સુનાવણી બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો, જેમાં ભારતમાં બળાત્કાર કાયદા હેઠળ પતિઓને આપવામાં આવેલી છૂટને ખતમ કરવાની વિનંતી કરવામાં આવી હતી. હવે કોર્ટના બંને જજોએ અલગ-અલગ ચુકાદો આપ્યો છે. 


આ પણ વાંચોઃ રાજદ્રોહના કાયદા પર રોક, હવે નવનીત રાણા, ઉમર ખાલીદ અને અન્યનું શું? ખાસ જાણો 


કેન્દ્રની અરજી ફગાવી
હાઈકોર્ટે સાત ફેબ્રુઆરીએ લગ્નેત્તર દુષ્કર્મને ગુનો ગણાવવાની માંગ કરનારી અરજીઓ પર કેન્દ્ર સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. પરંતુ કેન્દ્રએ ફરી વધારાનો સમય આપવાની માંગ કરી, જેને પીઠે તે આધારે નકારી દીધી કે વર્તમાન મામલાને અંતહીન રૂપથી સ્થગિત કરવો સંભવ નથી. કેન્દ્રએ દલીલ આપી કે તેણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ મુદ્દા પર તેના મત માટે પત્ર મોકલ્યો છે. કેન્દ્રએ કોર્ટમાં વિનંતી કરી કે તેનો મત ન મળે ત્યાં સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે. 


પત્ની સાથે બળાત્કારની સુનાવણીમાં અત્યાર સુધી શું થયું, જાણો
- જો ગર્લફ્રેન્ડ કે લિવ ઇન પાર્ટનરે ના પાડ્યા છતાં તેની સાથે બળજબરીથી સેક્સ કરવું ગુનો છે- જસ્ટિસ શકધરની ટિપ્પણી


- સંબંધોને અલગ-અલગ કેમ ન કરી શકાય. મહિલા તો મહિલા હોય છે. કેમ પતિઓને બળાત્કારના આરોપોથી બચવાનું કવચ મળે- જસ્ટિસ શકધર


- ફેબ્રુઆરીમાં કોર્ટે આ મામલામાં કેન્દ્રનું વલણ જાણવા બે સપ્તાહનો સમય આપ્યો હતો. કેન્દ્રએ તે કહેતા મામલાની સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી તેણે પત્નીની સાથે રેપને ગુનો બનાવનારી માંગ પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો મત જાણવો પડશે. 


આ પણ વાંચોઃ 'અસાની' વાવાઝોડાના કારણે ઉછાળા મારતા આંધ્રના દરિયા કાંઠે આવી અદભૂત વસ્તુ, જુઓ વીડિયો


- દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની તે માંગને નકારી દીધી. કોર્ટે કહ્યું કે, આ મુદ્દાને લાંબા સમય સુધી ટાળી શકાય નહીં. 


- એનદીઓ આરઆઈટી ફાઉન્ડેશન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વૂમન એસોસિએશનની અરજી પર હાઈકોર્ટમાં થઈ રહી છે સુનાવણી. 


- 2017માં કેન્દ્રએ એક એફિડેવિટમાં કહ્યું હતું કે પત્નીની સાથે બળાત્કારને ગુનો ન બનાવી શકાય કારણ કે તેનાથી લગ્ન જેવી સંસ્થા પર અસર પડશે. 


- એનજીઓ મેન્સ વેલફેયર ટ્રસ્ટે પત્ની સાથે રેપને ગુનો જાહેર કરનારી અરજીનો વિરોધ કર્યો હતો.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube