Raksha Bandhan 2022: ધર્મ શાસ્ત્રો અનુસાર, રક્ષાબંધનનો પર્વ શ્રાવણ માસના શૂક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેના મંગલમયી જીવનની પ્રાર્થના કરે છે. જ્યોતિષિયોનું કહેવું છે કે રક્ષાબંધન પર 200 વર્ષ બાદ એક ખુબ જ શુભ સંયોગનું નિર્ણય થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષાબંધનનો તહેવાર આ વર્ષ 11 ઓગસ્ટના ગુરૂવારના ઉજવાવામાં આવી રહ્યો છે. ધર્મ શાસ્ત્રોના અનુસાર, રક્ષાબંધનનો પર્વ તેમના મંગલમયી જીવનની પ્રાર્થના કરે છે. તેના બદલામાં ભાઈ તેને રક્ષાનું વચન અને કોઈ ભેટ આપે છે. જ્યોતિષિઓનું કહેવું છે કે રક્ષાબંધન પર 200 વર્ષ બાદ એક ખુબ જ દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે.


ભાભી રાખડી કોને કહેવાય? જાણો રક્ષાબંધન પર કેમ નણંદ પોતાની ભાભીને બાંધે છે રાખડી


200 વર્ષ બાદ ગ્રહોનો અદ્ભુત સંયોગ
જ્યોતિષિયોનું કહેવું છે કે રક્ષાબંધન પર આ વર્ષે ગ્રહોની એક વિશેષ સ્થિતિ બની રહી છે. આ વખતે ગુરૂદેવ બૃહસ્પતિ અને ગ્રહોના સેનાપતિ શનિ વક્રી અવસ્થામાં પોતપોતાની રાશિઓમાં બિરાજમાન રહશે. ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ લગભગ 200 વર્ષ બાદ બની રહ્યો છે. જ્યારે પણ કોઈ ગ્રહની ચાલ ઉલટી થયા છે તો ઘર્મ શાસ્ત્રોમાં તેને વક્રી ગ્રહ કહેવામાં આવે છે.


આ રક્ષાબંધને માણો મીઠાઇમાં પાણીપુરીનો ટેસડો, માર્કેટમાં આવી ગઇ નવા ફ્લેવરવાળી મિઠાઇ, જાણો ભાવ


જ્યોતિષિયો અનુસાર, આ વર્ષના રક્ષાબંધન પર શંખ, હંસ અને સત્કીર્તિ નામના રાજયોગ પણ બની રહ્યો છે. તેના કારણે રક્ષાબંધનના તહેવારનું મહત્વ વધી ગયું છે. રક્ષાબંધનના દિવસે અભિજિત મુહૂર્ત, વિજય મુહૂર્ત અને અમૃત કાળ, પ્રદોષ કાળ જેવો શુભ સમય પણ હશે. તેને ધ્યાનમાં રાખી તમે તમારા ભાઈના હાથ પર રાખડી બાંધી શકો છો. કેટલાક લોકો 12 ઓગસ્ટના રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનું વિચારી રહ્યા છે. એવા લોકો 12 ઓગસ્ટના સવારે 7 વાગે 6 મિનિટ સુધી રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે. ત્યારબાદ પૂર્ણિમા તિથિ સમાપ્ત થઈ જશે.


સલમાન ખાનથી અર્જૂન કપૂર સુધી બોલીવુડના આ ભાઈઓ હંમેશા રહે છે પોતાની બહેનોની નજીક


રક્ષાબંધન પર કેટલા કલાકનું શુભ મુહૂર્ત?
1. અભિજિત મુહૂર્ત- બપોર 12 વાગ્યાથી 12 વાગ્યાને 53 મિનિટ સુધી
2. વિજય મુહૂર્ત- બપોર 02 વાગ્યાને 39 મિનિટથી લઇને 3 વાગ્યાને 32 મિનિટ સુધી
3. અમૃત કાળ- સાંજે 6 વાગ્યાને 55 મિનિટથી 08 વાગ્યાને 20 મિનિટ સુધી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube