આ રક્ષાબંધને માણો મીઠાઇમાં પાણીપુરીનો ટેસડો, માર્કેટમાં આવી ગઇ નવા ફ્લેવરવાળી મીઠાઇ, જાણો ભાવ
Raksha Bandhan Special: પાણીપુરી કાજુકતરીની અંદર એક વોટર ટેસ્ટિંગ પેસ્ટ રાખવામાં આવી છે, પછી પુરીના ભુક્કાને ઉપરથી સિલ્વર ફોઇલ વડે રંગવામાં આવે છે. દૂધ, કાચો માલ, મહેનત અને જીએસટીને જોતાં પાણીપુરી કાજુકતરી સામાન્ય કાજુકતરી કરતાં મોંઘી છે. જેની કિંમત 920 રૂપિયે કિલો રાખવામાં આવી છે.
Trending Photos
Raksha Bandhan Special: કોઇપણ તહેવાર મીઠાઇ વિના અધૂરી છે. ખાસકરીને જ્યારે તહેવાર રક્ષાબંધનન હોય, જે ભાઇઓ અને બહેનોના પવિત્ર પ્રેમનો તહેવાર છે. તો આ પ્રસંગે મિઠાઇ અવશ્ય હોવી જોઇએ. આમ તો શહેરના લોકો ખાણીપીણીના મામલે ખૂબજ શોખીન ગણવામાં આવે છે. રસપ્રદ અને નવી વાત એ છે કે આ વખતે શહેરમાં ચટાકેદાર પાણીપુરી ફ્લેવર પાણી કાજુકતરી બજારમાં મુકવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે એવી મિઠાઇ બનાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે બહેનોને પાણીપુરી ખૂબ પસંદ હોય છે. કદાચ જ કોઇ યુવતી કે બાળક હશે જેને પાણીપુરી પસંદ નહી હોય. એવો ખાસ સ્વાદવાળી કાજુકતરી તૈયાર કરવામાં આવી છે જેથી ભાઇ પોતાની બહેનને મનપસંદ સ્વાદની મીઠાઇ ખવડાવી પોતાની બહેનને ખુશ કરે શકે. એટલું જ નહી તે ભાઇઓ માટે જેમને મીઠાઇ પસંદ નથી. તેમના માટે કાજુકતરીને એક સ્વાદિષ્ટ મીઠાઇનો ટ્વીસ્ટ આપવામાં આવ્યો છે.
બહેનોને તીખો અને મીઠાઇ પર વિચારવા પર મજબૂર કરનાર આ મજેદાર મીઠાઇ બનાવનાર રોનક મિઠાઇવાલાએ કહ્યું કે દરેક શહેરના લોકો અમારી પાસે નવા સ્વાદની મીઠાઇ તૈયાર કરવાની આશા રાખે છે. આ વખતે રક્ષાબંધનના પર્વ પર બહેનોને ખુશ કરવા માટે તેમના મનપસંદ પાણીપુરી સ્વાદ કાજુકતરી તૈયાર કરવામાં આવી છે. પાણીપુરી કાજુકતરીની અંદર એક વોટર ટેસ્ટિંગ પેસ્ટ રાખવામાં આવી છે, પછી પુરીના ભુક્કાને ઉપરથી સિલ્વર ફોઇલ વડે રંગવામાં આવે છે. દૂધ, કાચો માલ, મહેનત અને જીએસટીને જોતાં પાણીપુરી કાજુકતરી સામાન્ય કાજુકતરી કરતાં મોંઘી છે. જેની કિંમત 920 રૂપિયે કિલો રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ દુકાનદારે બચપન કા પ્યાર નામની મીઠાઇ બનાવી હતી. જેને ખાસ બાળકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી હતી એટલે તેમાં બબલ ગમનો મીઠો સ્વાદ રાખ્યો હતો. કાર્બન પેપર માંથી પણ મીઠાઈ બનાવવા માં આવી હતી જે સ્વાસ્થય માટે પણ સારી છે .
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે