કેવો રહેશે તમારો વિકએન્ડ ? દરેક રાશિ માટે કામની આગાહી
આજે અષાઢ સુદ નોમનો શુભ દિવસ છે
આજનું પંચાંગ
તારીખ 21 જુલાઈ, 2018 શનિવાર
માસ અષાઢ સુદ નોમ
નક્ષત્ર સ્વાતિ
યોગ સાધ્ય
ચંદ્ર રાશી તુલા
અક્ષર ર,ત
સિદ્ધિયોગ અને સ્થિરયોગ સૂર્યોદયથી સવારે 9.09 સુધી
આજે અડદની વસ્તુનું દાન કરી શકાય.
હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું.
શનિચાલીસા અને હનુમાન કવચનો પાઠ પણ કરી શકાય.
શનિયંત્ર વિદ્વાન જ્યોતિષી પાસે સિદ્ધ કરાવી તેને પણ ધારણ કરી શકાય.
શનિદેવનું રત્ન નિલમ છે. તેને પણ સિદ્ધ કરાવી ધારણ કરી શકાય.
મેષ (અલઈ) : જીવનસાથી પ્રત્યે આપની અપેક્ષા વધે, સૂઝસમજને જાળવી રાખજો નહીંત વૈમનસ્ય સર્જાશે. વિપરીત સંજોગોમાં પણ ભાગ્યનો સાથ મળે.
વૃષભ (બવઉ) : આવકની તકો જળવાય અને રાજનીતિમાં સફળતા મળે. વ્યૂહરચના બનાવવામાં આજે નિપૂણતા હાંસલ થાય. કાર્યમાં અતિ ચોક્સાઈનો અભિગમ રહે.
મિથુન (કછઘ) : પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. મુસાફરીના યોગ છે. વિદેશ જવા માટે ઇચ્છનાર જાતકોએ સક્રીય રહેવું અને જીવનસાથીનું આરોગ્ય જાળવવું.
કર્ક (ડહ) : આરોગ્ય જાળવવું. માથુ સ્હેજ ભારે રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. તમે મીઠી વાણી બોલો. પુરુષ જાતકોને સ્ત્રી જાતકો તરફથી લાભ મળે.
સિંહ (મટ) : આરોગ્ય જાળવવું. ચામડીની બીમારીથી વિશેષ સાચવવું. સરકાર સંબંધી કાર્યોમાં સફળતા મળે અને પોતાના અધિકારી સાથે સાનુકૂળતા જળવાય.
કન્યા (પઠણ) : આપનો રાશી સ્વામી બળવાન છે. નક્ષત્ર પણ સાનુકૂળ છે. તમે તમારા અટકેલા કાર્યો પ્રત્યે ધ્યાન આપશો. સફળતાના યોગ રાશીમાં રચાયા છે.
તુલા (રત) : શિક્ષણક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે શુભ સંકેત છે. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જાતકો માટે પણ શુભ સમય છે. ક્રોધમાં કોઈ આવેશયુક્ત નિર્ણય ન લેવાય તે જોજો.
વૃશ્ચિક (નય) : ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને સાનૂકુળતા. ઈલેક્ટ્રોનિક તેમજ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલાને પણ સાનુકૂળતા. જૂના ઘરમાંથી નવા ઘરમાં જવાના યોગ પણ છે.
ધન (ભધફઢ) : ઘરમાં કોઈ કંકાસ ન થાય તે જોવું. ધન વ્યય પણ થાય. પૈસો દેખાય નહીં તેવું પણ બને.
મકર (ખજ) : જેટલો અન્યનો સહકાર લેશો તેટલી સફળતા મળશે. ચામડીના રોગથી સાવચેત રહેવું. હાડકાને લગતા રોગથી પણ સાવચેત રહેવું. પિતા તરફથી લાભ થઈ શકે છે.
કુંભ (ગશષસ) : લોખંડ, કાગળ, ઇંટો તેમજ સિમેન્ટના વ્યાપાર સાથે સંકળાયેલા જાતકોને સફળતા. આંતરડાની બીમારીથી સાચવવું. સ્ત્રી પાત્ર તરફથી ભાગ્ય બળવાન બને.
મીન (દચઝથ) : સારા કામમાં સો વિઘ્ન- આ ઉક્તિ ધ્યાનમાં રાખજો. જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સાનૂકુળતા. રીસર્ચ એટલે કે શોધ-સંશોધનની વૃત્તિ રાખશો તો જ સફળ થશો. આરોગ્યની જાળવળી અવશ્ય કરજો.