Aadhaar Ration Card Linking: જો તમારી પાસે પણ રાશનકાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશકાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. સરકાર તરફથી આધાર અને રાશન કાર્ડ જોડવાની (Aadhaar-Ration Card Link) અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે. આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક્સટેંશન આપવામાં આવ્યું છે. પહેલાં આધાર અને રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી. જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધાર અને રાશનકાર્ડને લિંક કરાવવું જરૂરી? 
તમને જણાવી દઇએ કે જ્યારથી સરકાર તરફથી 'વન નેશન-વન રાશન કાર્ડ' ની જાહેરાત કરી છે. ત્યારથી રાશન કાર્ડને આધારથી લિંક કરવું અનિવાર્ય કરી દીધું છે. સરકારને સમાચાર મળ્યા છે કે લોકો એકથી વધુ રાશન કાર્ડ રાખીને અલગ અલગ જગ્યાએથી તેના પર મફત રાશનનો ફાયદો લઇ રહ્યા છે. એવામાં તેના પર પ્રતિબંધ લગાવવાનો હેતુથી રાશના કાર્ડને આધાર કાર્ડથી લિંક કરાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ઘણા મૃત લોકોને રાશન કાર્ડ પર પણ રાશનનો ફાયદો લેવામાં આવી રહ્યો છે. બધી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારે તેને આધારથી લિંક કરાવવું જરૂરી કરી દીધું છે. જોકે કેન્દ્રની મોદી સરકાર વતી તે બીપીએલ પરિવારોને રેશન કાર્ડ દ્વારા સસ્તા દરે અનાજ અને કેરોસીન તેલ પ્રદાન કરે છે. એક કરતા વધુ રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓ વધુ રાશન લે છે અને જરૂરિયાતમંદો તેનાથી વંચિત રહી જાય છે. 


Top 20 Stocks: આજે બજારમાં ક્યાંથી થશે તગડી કમાણી, ખૂલતાવેંત ખરીદી લેજો
Silver Price: ચીન-અમેરિકાએ તોડ્યું ચાંદીનું અભિમાન, કડકભૂસ થઇને 8,332 રૂપિયાનો ઘટાડો


પહેલાં પણ ઘણીવાર વધી છે અંતિમ તારીખ
આધાર અને રાશન કાર્ડને લિંક કરીને સરકાર તરફથી ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ પર લગામ લગાવવાનો પ્રયત્ન ચાલુ રહી છે. તમને જણાવી દઇએ કે રાશન કાર્ડને આધારથી લિંક કરવાની તારીખને સરકાર તરફથી તે પહેલાં પણ ઘણીવાર આગળ વધારવામાં આવી છે. આધાર અને રાશન કાર્ડ લિંક થતાં સરકાર માટે એ સુનિશ્વિત કરવું આસાન થઇ જશે કે તમામ જરૂરિયાતમંદોને તેના ભાગનું ખાદ્યન્ન મળી રહ્યું છે કે નહી. 


માર્કેટમાં માર ખાધો હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિન
PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ


જૂન બાદ બંધ નહી થાય રાશન મળવાનું
સરકાર તરફથી પહેલાં આધાર અને રાશનકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2024 નક્કી કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે નક્કી તારીખ સુધી આધાર અને રાશન કાર્ડ લિંક ન કરતાં 1 જુલાઇથી સસ્તું રાશન અને મફત રાશનનો ફાયદો લાભાર્થીઓને મળશે નહી. પરંતુ હવે સરકાર તરફથી અંતિમ તારીખને ત્રણ મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે તો પાત્ર લાભાર્થીઓને ફાયદો મળતો રહેશે. 


1 રૂપિયાવાળો અંબાણી શેર 28 રૂપિયે પહોંચ્યો, 1 લાખ રોક્યા હોત તો થઇ જાત 24 લાખ
Gold Prices: 2 લાખ રૂપિયાને પાર જશે સોનું, દર 9 વર્ષમાં 3 ગણો વધી જાય છે ભાવ!


પૈસા લેવા સામે કાર્યવાહી કરવામાં આવશે-
અધિકારીઓ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે કે જો કોઈ કોટદાર પૈસાની માંગણી કરતો જોવા મળશે અથવા આવી કોઈ ફરિયાદ મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લખનૌમાં 37841 અંત્યોદય કાર્ડ ધારકો છે. તે જ સમયે, ગૃહસ્થી કાર્ડ ધારકોની સંખ્યા 534159 છે