નવી દિલ્હી : કુલભૂષણ જાધવ કેસમાં આિસીજેનાં નિર્ણયને પોતાની જીત ગણાવી રહેલ પાકિસ્તાનનાં દાવાને વિદેશ મંત્રાલયે ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન સરકારની કેટલીક મજબુરીઓ છેજેના કારણે પોતાનાં જ લોકો સામે ખોટુ બોલવું પડી રહ્યું છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, મને લાગે છે કે તેઓ કોઇ અને નિર્ણય વાંચી રહ્યા છે, મુખ્ય નિર્ણય 42 પેજનો છે. જો તેમાં 42 પેજને વાંચવાનું ધેર્ય નથી તો તેમને 7 પેજની પ્રેસ કોન્ફરન્સ વાંચી લેવી જોઇએ, જ્યાં દરેક પોઇન્ટ ભારતનાં ફેવરમાં છે. મને લાગે છે કે તેમની પોતાની કેટલીક મજબુરીઓ છે જેના કારણે તેઓ પોતાનાં જ લોકોની સામે જ ખોટુ બોલી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકની આંખમાંથી મગજ સુધી ઘુસી ગયો સળીયો, ડૉક્ટરે ભગવાન બની બચાવ્યો જીવ
પાકિસ્તાને જણાવ્યું નિર્ણયની પોતાની જીત
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે આઇસીજેનાં નિર્ણય બાદ વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ ટ્વીટ રકીને કહ્યું હતું કે, જાધવ પાકિસ્તાનમાં રહેશે. તેની સાથે પાકિસ્તાનનાં કાયદા અનુસાર વ્યવહાર કરવામાં આવશે. તેઓ પાકિસ્તાન માટે જીત છે. તેમણે કહ્યું હતું કે, ભારત જાધવને મુક્ત કરાવવા માંગતું હતું પરંતુ એવું નથી થયું. તેમણે કહ્યું કે, તેઓ એમની મુક્તિ ઇચ્છતા હતા, તેને મંજુર કરવામાં નહી આવે. તેઓ તેની વાપસી ઇચ્છે છે, તેને પણ ફગાવી દેવામાં આવવું જોઇએ. જો તેઓ ફરીથી જીતનો દાવો કરે છે તો... શુભકામનાઓ. 


LIVE: કર્ણાટક સંકટ ઘેરુ બન્યું, વિધાનસભા કાલ માટે સ્થગીત, BJP ધારાસભ્યો આખી રાત કરશે ધરણા
બિહારમાં પુર અને DY.CM જોઇ રહ્યા છે ફિલ્મ: વિપક્ષે મોદીની ઝાટકણી કાઢી
પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને પોતાની પહેલી પ્રતિક્રિયામાં જણઆવ્યું કે, આઇસીજેનાં આ નિર્ણયની સરાહના કરે છે કે તેમણે કુલભુષણ જાધવને છોડવા અને મુક્ત કરવા માટે નથી જણાવ્યું. કુલભૂષણ પાકિસ્તાનનાં લોકો વિરુદ્ધ કરવામાં આવેલા ગુનાના દોષીત છે. પાકિસ્તાન આ મુદ્દે કાયદા અનુસાર કાર્યવાહી કરશે.