નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા (Maharashtra Home Minister Anil Deshmukh resigns) બાદ ભાજપે મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર જોરદાર હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે, અનિલ દેશમુખે રાજીનામાનો નિર્ણય ઉદ્ધવ ઠાકરેને નહીં, પરંતુ શરદ પવારને પૂછીને લીધો. આ મામલામાં ઠાકરે ચુપ કેમ છે. તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ મુંબઈની પોલીસ ન કરી શકે, તેથી હવે સીબીઆઈ તેની તપાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા રવિશંકર પ્રસાદ?
રવિશંકર પ્રસાદે કહ્યુ કે, અનિલ દેશમુખના પદ પર રહેતા મુંબઈ પોલીસ તપાસ ન કરી શકત. અમે શરૂઆતથી નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, બધા અનિલ દેશમુખનું રાજીનામુ માગી રહ્યા હતા, પરંતુ તે આપી રહ્યા નહતા. આજે તો કમાલ થઈ ગયો કે તેમણે શરદ પવારની મંજૂરી લીધી અને રાજીનામુ આપી દીધુ. તેમણે સવાલ ઉઠાવ્યો કે ઉદ્ધવ ઠાકરે ક્યારે મોઢુ ખોલશે? તેમનું મૌન ઘણી વાતો તરફ ઈશારો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં તથ્યો સામે આવી જશે કારણ કે એનઆઈએની તપાસમાં બધુ સામે આવી રહ્યું છે. દરરોજ સચિન વઝેની નવી ગાડીઓ મળી રહી છે. 


આ પણ વાંચોઃ નક્સલીઓની હવે ખેર નથી, અમિત શાહે કહ્યું- આ લડતને અંત સુધી લઈ જઈશું 


અનિલ દેશમુખે આપ્યુ રાજીનામુ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) આખરે પદેથી રાજીનામું આપી દીધુ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તાજેતરમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો  હતો. ત્યારબાદથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને હતા. આજે જ બોમ્બે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી છે. 


આ પણ વાંચોઃ અનિલ દેશમુખ મોટી મુશ્કેલીમાં!, 100 કરોડની વસૂલીના આરોપની તપાસ કરશે CBI


એનસીપીની હાઈ લેવલ મીટિંગ
અનિલ દેશમુખ મામલે થયેલી એનસીપીની હાઈ લેવલની મીટિંગમાં શરદ પવાર, અનિલ દેશમુખ, અજિત પવાર, અને સુપ્રીયા સુલે હાજર રહ્યા હતા. આ બેઠક જયશ્રી પટેલની અરજી પર આવેલા હાઈકોર્ટના નિર્ણય બાદ યોજાઈ. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ છે. ત્યારબાદ જ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube