Chhattisgarh Naxal Attack: નક્સલીઓની હવે ખેર નથી, અમિત શાહે કહ્યું- આ લડતને અંત સુધી લઈ જઈશું 

બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા.

Chhattisgarh Naxal Attack: નક્સલીઓની હવે ખેર નથી, અમિત શાહે કહ્યું- આ લડતને અંત સુધી લઈ જઈશું 

જગદલપુર: બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા. અહીં સીએમ ભૂપેશ બઘેલે પણ તેમની સાથે શહીદોના પાર્થિવ શરીર  પર પુષ્પચક્ર અર્પણ કર્યા. જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મૃતદેહોને તેમના વતને રવાના કરાયા. ગૃહમંત્રીએ ટ્વીટ કરીને પણ કહ્યું કે છત્તીસગઢમાં નક્સલીઓનો સામનો કરતી વખતે શહીદ થયેલા બહાદુર સુરક્ષાકર્મીઓને જગદલપુરમાં શ્રદ્ધાંજલિ આપી. દેશ તમારા બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. સમગ્ર દેશ શોકાતુર પરિવારોને પડખે છે. અશાંતિ વિરુદ્ધની આ લડતને અમે અંતિમ સ્વરૂપ આપવા માટે સંકલ્પિત છીએ. ત્યારબાદ ગૃહમંત્રીએ જગદલપુરના વોર રૂમમાં પોલીસ અને અર્ધસૈન્ય દળોના ઓફિસરો સાથે બેઠક કરી. સૂત્રના જણાવ્યાં મુજબ હવે નક્સલીઓને સીધા તેમના વિસ્તારમાં ઘૂસીને મારવાની રણનીતિ બનાવવામાં આવી છે. 

જવાનોનું બલિદાન ભૂલાશે નહીં
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે આ ઘટના બાદ લડતને વધુ તીવ્ર કરીશું અને નિશ્ચિતપણે વિજયમાં ફેરવીશું. જે જવાનો શહીદ થયા છે તેમના પરિજનોને હું કહેવા માંગુ છું કે તમારા ભાઈ, પતિ, પુત્રએ દેશ માટે જે બલિદાન આપ્યું છે, તેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. સંકટની આ ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે છે. પરિજનોનું બલિદાન એળે જશે નહીં. હું શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય. આ દેશને વિશ્વાસ અપાવું છું. 

— ANI (@ANI) April 5, 2021

લડત અટકશે નહીં
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રિવ્યુ મીટિંગ કરી. જવાનોનું મનોબળ ઊંચુ છું. દેશને વિશ્વાસ અપાવું છું કે લડત અટકશે નહીં અને ઝડપથી આગળ વધશે. તેને અંજામ સુધી લઈ જઈશું. નક્સલીઓ વિરુદ્ધ જીત નક્કી છે. 5-6 વર્ષમાં છત્તીસગઢમાં જેટલા કેમ્પ અંદર સુધી લઈ જવાના હતા તેમા સફળતા મળી છે. છત્તીસગઢ અને કેન્દ્ર સરકારની કાર્યવાહીમાં અંદર જવાની ગતિ વધી છે. નક્સલી તેને લઈને અકળાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news