નવી દિલ્હીઃ દેશભરમાં નાગરિક્તા કાયદા અંગે ભારે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે રાત્રે ZEE NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'દેશમાંથી એક પણ મુસ્લિમ નાગરિકને ભગાડવામાં નહીં આવે. દેશમાં કોઈ પણ પ્રકારની હિંસા ફેલાવા દેવાશે નહીં. ભારતના એક પણ મુસ્લિમ નાગરિકને હેરાન કરવામાં નહીં આવે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, NRC મુદ્દે અત્યાર સુધી કોઈ રૂપરેખા તૈયાર કરાઈ નથી. આવી સ્થિતિમાં કોઈએ પણ ભયભીત થવાની જરૂર નથી. પ્રસાદે જણાવ્યું કે, "NRC માત્ર દેશના ઘુસણખોરો પર લાગુ થશે. દેશના નિર્માણમાં મુસ્લિમોનું પણ યોગદાન છે. નાગરિક્તા કાયદો દેશના મુસ્લિમો પર લાગુ થતો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિઓ પર લાગુ થશે."


CAA મુદ્દે ભારતભરમાં હોબાળો, મંગલોરમાં 2 અને લખનઉમાં 1 પ્રદર્શનકારીનું મોત


હિંસક પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને ચેતવણી આપતા પ્રસાદે જણાવ્યું કે, જે લોકો હિંસા કરશે તેઓ ટુકડે-ટુકડે ગેંગ સાથે ચાલશે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


રવિશંકર પ્રસાદને જ્યારે પુછવામાં આવ્યું કે, તમે જ્યારે NRC લાગુ કરશો ત્યારે શું આ લોકો બાબતે વધુ ધ્યાન આપશો કે પછી તે નિર્ણય પર ફરીથી વિચાર કરશો? તેમણે કહ્યું કે, નાગરિક્તા કાયદો પાછે ખેંચવામાં નહીં આવે. મોદી સરકાર 'સબકા સાથ, સબકા વિશ્વાસ' મુદ્દે કામ કરે છે. મતોનું રાજકારણ હારી ગયેલા પક્ષો રમી રહ્યા છે. 


CAA Protest: લખનઉમાં બબાલ, અનેક સ્થળોએ આગચંપી, પોલીસ પર પથ્થરમારો


પ્રસાદને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તમે આ કાયદા અંગે કોઈ વાતચીત કરશો? તેમણે જણાવ્યું કે, દેશના મુસલમાનોએ આ કાયદાથી ડરવાની જરૂર નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....