નવી દિલ્હી: ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દરેક રીતે નીરવ મોદી અને મેહુલ ચોક્સીને બચાવવાની કોશિશ કરી છે. તેમણે એક ફોટો બતાવતા કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નીરવ મોદીના એક કાર્યક્રમમાં પણ સામેલ થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિશંકર પ્રસાદે નીરવ મોદીના કાર્યક્રમ લિંક પર ખુલાસો કરતા કહ્યું કે રાહુલ ગાંધી પોતે 2013માં નીરવ મોદીના એક કાર્યક્રમમાં સામેલ થયા હતાં. અત્રે જણાવવાનું કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પક્ષમાં કોંગ્રેસમાં સામેલ પૂર્વ જજ અભય થિપ્સેની જુબાની પર ભાજપ હવે આક્રમક થયો છે. ભાજપે તાબડતોબ કોંગ્રેસ પર અનેક પ્રહાર કર્યાં. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર નીરવ મોદીને બચાવવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે નીરવના મામા મેહુલ ચોક્સીને પણ મદદ પહોંચાડી છે. પૂર્વ જજે લંડનના વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં પોતાની જુબાનીમાં કહ્યું હતું કે નીરવ પર ભારતીય કાયદા મુજબ કોઈ કેસ બનતો નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube