RBI નો તમામ બેંકોને આદેશ, નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો! જાણો કેમ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકોને કહ્યું છે કે તેઓ 8 નવેમ્બર 2016થી લઈને 30 ડિસેમ્બર 2016 સુધીના પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોર્ડિંગ આગામી આદેશ સુધી સંભાળીને રાખે.
મુંબઈ RBI Order to Banks: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકોને કહ્યું છે કે તેઓ 8 નવેમ્બર 2016થી લઈને 30 ડિસેમ્બર 2016 સુધીના પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોર્ડિંગ આગામી આદેશ સુધી સંભાળીને રાખે.
નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો-આરબીઆઈ
સરકારે 8 નવેમ્બર 2016ના રોજ કાળા નાણા પર રોક લગાવવા અને આતંકી ફંડિંગ પર લગામ કસવા માટે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે સરકારે લોકોને બંધ થયેલી નોટો પોતાની બેંકોમાં જમા કરાવવાની કે એક્સચેન્જ કરવાની તક આપી હતી.
SBN (Specified Bank Notes) ને પાછી ખેંચ્યા બાદ 500 અને 2000 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી. બંધ થયેલી નોટોને એક્સચેન્જ કરવા માટે કે પોતાના એકાઉન્ટમાં જમા કરાવવા માટે દેશભરની બેંકોની શાખાઓ બહાર ભારે ભીડ જોવા મળી હ તી. અનેક ઈનપુટના આધારે તપાસ એજન્સીઓએ ગેરકાયદેસર રીતે નવી નોટોની જમાખોરીના કેસની પણ તપાસ શરૂ કરી. આ પ્રકારની તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ આગામી આદેશ સુધી નોટબંધી સમયના સીસીટીવી ફૂટેજ નષ્ટ ન કરે.
શું આવનારા સમયમાં ખાવાના સાંસા પડી જશે? ખેતીવાડીની સ્થિતિ દર્શાવતો એક ચોંકાવનારો રિપોર્ટ
RBI એ બેંકોને મોકલ્યું સર્ક્યુલર
RBI તરફથી બહાર પાડવામાં આવેલા એક સર્ક્યુલરમાં કહેવાયું છે કે તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પેન્ડિંગ અનેક કેસને જોતા તમને સલાહ આપવામાં આવે છે કે આગામી આદેશ સુધી 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખો. રિઝર્વે બેંકે ડિસેમ્બર 2016માં બેંકોને બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં સંચાલનના સીસીટવી ફૂટેજને જાળવી રાખવા માટે એક આદેશ અગાઉ પણ બહાર પાડ્યો હતો.
New Covid-19 Variant: નવા કોરોના વેરિએન્ટની એન્ટ્રી!, બ્રાઝિલ અને યુકેના રસ્તે ભારતમાં પ્રવેશી ગયો
અત્રે જણાવવાનું કે 8 નવેમ્બર 2016ના રોજ 15.41 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂની 500 અને 1000 રૂપિયાની કરન્સી નોટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેમાં 15.31 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube