ડિજિટલ પેમેન્ટ બજારમાં માત્ર મોટા ખેલાડીઓનાં દબદબાને RBIએ ખતરો ગણાવ્યો
ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં કેટલીક ગણી ગાંઠી કંપનીઓનાં દબદબાના કારણે આરબીઆઇ ખુશ નથી
નવી દિલ્હી : ભારતની સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ પેમેન્ટ ટ્રેંડને ધ્યાને રાખી પેદા થનારા પડકારને પહોંચી વળવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. આરબીઆઇએ બુધવારે બહાર પાડેલી ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલિસીઝ પર સ્ટેટમેન્ટ આપતા ડિજિટલ પેમેન્ટ અંગેની કંપનીઓને એક આકરો સંદેશ આપ્યો છે. આરબીઆઇએ ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં મુઠ્ઠી ભર કેટલીક મોટી કંપનીઓ અંગે દબદબા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આરબીઆઇએ પેટીએમ, ફોન પે, એમઝોન પે, ગૂગલ તેઝ અને ફેસબુક જેવી કંપનીઓએ આ સંદેશ આપ્યો છે કે તેઓ ડિજિટલ બજારમાં માત્ર કેટલાક મોટા ખેલાડીઓ નથી ઇચ્છતી, જે ભારતીય છુટક બજારમાં પોતાની ધાક જમાવે. આરબીઆઇ ઇચ્છે છે કે છુટક ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં ઘણી અન્ય કંપનીઓ પણ સમાવિષ્ટ છે. આરબીઆઇએ સ્પષ્ટ કહ્યું કે, કેટલીક કંપનીઓનાં હોવાથી કોન્સનટ્રેશન રિસ્ટનો ખતરો વધે છે.
એટલે કે કેટલીક કંપનીઓ પર નિર્ભર રહેવાની સ્થિતીમાં સિસ્ટમમાં ધ્વસ્ત હોવાની સંભાવનાઓ પેદા થઇ શકે છે. તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટનાં ક્ષેત્રની કેટલીક અન્ય કંપનીઓને વધારવા માટેની યોજના બનાવી રહી છે, જેમાં પેન ઇન્ડિયા પેમેન્ટ પ્લેટફોર્મની તરફ વધારવામાં આવી શકે છે અને તેમાં આ ક્ષેત્રમાં ઇનોવેશન અને કોમ્પિટિશન આગળ વધી શકે છે.
આરબીઆઇએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ આ અંગે 30 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને પોલીસી પેપર લાવશે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર, 2016ની નોટબંધી બાદ દેશમાં છુટક બજારોમાં ડિજીટલ પેમેન્ટનું ચલણ વધ્યું. જો કે પેટીએમ અને એવા કેટલાક ગણ્યા ગાંઠ્યા પ્લેટફોર્મ પર જ લોકો જોવા મળી રહ્યા છે.