મુંબઇ : દેશમાં ગત્ત વર્ષે બેંકો ગોટાળા મુદ્દે વાર્ષિક આધારે 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ગોટાળાની રકમ 73.8 ટકા વધીને 71,542.93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ. આરબીઆઇનાં વાર્ષિક રિપોર્ટમાં આ આંકડો અપાયો છે. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાનાં વાર્ષિક રિપોર્ટ ઇશ્યું કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ચલણમાં રહેલા મુદ્રા 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ચુકી છે. સાથે જ તેમ ફણ કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં બેંકોમાં 71,542.93 કરોડ રૂપિયાના ગોટાળાનાં 6801 કિસ્સાઓ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

370ની આડમાં 2-4 પરિવાર લાભ ઉઠાવતા હતા, હવે કાશ્મીરીઓને ફાયદો થશે: લઘુમતી પંચ
રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે સ્થાનિક માંગ ઘટવાને કારણે આર્થિક ગતિવિધિઓ સુસ્ત પડી છે અને અર્થવ્યવસ્થાને રફતાર આપવા માટે ખાનગી રોકાણ વધારવાની જરૂર છે. આરબીઆઇએ કહ્યું કે, આઇએલએન્ડ એફએસ સંકટ બાદ એનબીએફસી સાથે વાણીજ્યિક ક્ષેત્રને લોનમાં 20 ટકાનો ઘટાડો થયો છે.


એક સમયે બંગ્લા માટે જામ કર્યું હતું આખુ રાજ્ય, આજે પાર્ટીની માન્યતા પર પણ ખતરો
બિનજવાબદાર નિવેદનોથી વાતાવરણ ડહોળવા માંગે છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય
આ રિપોર્ટ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. જેમાં કેન્દ્રીય બેંકના કામકાજ તથા સંચાલનનાં વિશ્લેષણ સાથે જ અર્થવ્યવસ્થાનાં પ્રદર્શનમાં સુધારવા માટે ભલામણ કરવામાં આવે છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, કેન્દ્ર સરકારને અધિશેષ બાકીના કોષમાંથી 52,637 કરોડ રૂપિયા આપ્યા બાદ રિઝર્વ બેંકનાં આકસ્મિક કોષમાં 1,96,344 કરોડ રૂપિયાની રકમ બચી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કૃષી ઋણ માફી, સાતમાં પગારપંચની ભલામણોનાં ક્રિયાન્વયન, આવક સમર્થન યોજનાઓનાં કારણે રાજ્યોની આર્થિક પ્રોત્સાહન મુદ્દે ક્ષમતા ઘટી છે.


ખેડુત યુવકની કોઠાસુઝ: ગમે તેવા હવામાનમાં ઉડી શકતું હેલિકોપ્ટર બનાવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઇ ગત્ત દિવસોમાં પોતાના ડિવિડન્ડ અને સરપ્લસ ફંડથી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ સરકાર ઇકોનોમિમાં જીવ ફુંકવા માટે કરી શકે છે. આરબીઆઇ આ રકમનો મોટો હિસ્સો એટલે કે 1.23 લાખ કરોડ રૂપિયા સરપ્લસ ફંડથી અને બાકી 52,637 કરોડ રૂપિયા સરપ્લસ રિઝર્વમાંથી ટ્રાન્સફર કરશે.