370ની આડમાં 2-4 પરિવાર લાભ ઉઠાવતા હતા, હવે કાશ્મીરીઓને ફાયદો થશે: લઘુમતી પંચ
Trending Photos
નવી દિલ્હી : લઘુમતી પંચ (Minorities Commission) ના ચેરમેન ગયરુલ હસન રિઝવી (Gairul Hasan Rizvi) એ કહ્યું કે, કલમ 370 લાગુ થયાનાં માત્ર બે ચાર પરિવારોને જ ફાયદો મળતો હતો. હવે જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના લોકોને ફાયદો મળશે. રિઝવીએ કહ્યું કે, અત્યાર સુધી 370 હોવાનાં કારણે લઘુમતી પંચ જમ્મુ કાશ્મીરમાં ઇફેક્ટિવ નહોતું. 370 હટ્યા બાદ લઘુમતી પંચ હવે જમ્મુ કાશ્મીરનાં લોકોનું પણ દુખ દર્દ વહેંચી શકે. ગયરુલ હસન રિઝવીએ કહ્યું કે, લઘુમતી પંચનાં તમામ સભ્ય અને વરિષ્ઠ અધિકારીઓનું એક ડેલિગેશન જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે.
એક સમયે બંગ્લા માટે જામ કર્યું હતું આખુ રાજ્ય, આજે પાર્ટીની માન્યતા પર પણ ખતરો
રિઝવીએ કહ્યું કે, દેશમાં મજબુત સરકાર છે અને સૌના સારા માટે નિર્ણય પણ ખુબ જ સારા થઇ રહ્યા છે. ડેલીગેશન જમ્મુ કાશ્મીર લદ્દાખ અને કારગિલ વિસ્તારમાં જઇને ત્યાંના લોકો સાથે મુલાકાત કરશે. વિપક્ષી દળોનાં આરોપ અંગે રિઝવીએ કહ્યું કે, વિપક્ષનું કામ જ આરોપો લગાવવાનું છે. તેમણે કહ્યું કે, સરકારનું કામ સારુ કરવાનું છે. જરા વિચારો કે કેન્દ્ર સરકારે કઇ રીતે જ્મ્મુ કાશ્મીરનાં સામાન્ય લોકોની ફિકર કરતા કલમ 370 હટાવી છે. રિઝવીએ કહ્યું કે, કાલથી લઇને આજ સુધી અનેક લોકો જમ્મુકાશ્મીરનાં લોકો મને મળ્યા. તમામ લોકોએ કેન્દ્ર સરકારનાં વખાણ કર્યા. રિઝવીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં લોકો 370 ની વિરુદ્ધ છે. રિઝવીએ જમ્મુ કાશ્મીર મુદ્દે વડાપ્રધાન અને ગૃહપ્રધાનનાં ખુબજ વખાણ કર્યા અને કહ્યું કે, મજબુત ઇરાદાઓ શું હોય છે તે આ લોકોને જણાવવામાં આવે.
બિનજવાબદાર નિવેદનોથી વાતાવરણ ડહોળવા માંગે છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય
દેશની એકતા અને અખંડિતતા દરેક નાગરિકનું કર્તવ્ય
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35એ હટવા મુદ્દે નવી પ્રશાસનિક વ્યવસ્થાના નિર્માણ અંગે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયત ઉલેમાએ હિંદ સહિત તમામ મોટા મુસ્લિમ સંગઠનોએ એક બેઠક કરીને સંયુક્ત નિવેદન આપ્યું. આ બેઠકમાં મુસ્લિમ સંગઠનોએ પ્રસ્તાવ પસાર કર્યો કે એકતા અને અખંડીતતા પ્રત્યેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે કોઇ પણ દશામાં તેમાં સમજુતી કરી શકાય નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે