RBI Guidelines: અવારનવાર પકડાતી નકલી ચલણી નોટો દેખાડે છે કે બજારમાં મોટી માત્રામાં નકલી નોટો ફરી રહી છે. આમાંથી તમારી પાસે પણ ક્યારેક નકલી નોટ આવી શકે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આવા સંજોગોમાં શું કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને કોઈ વ્યક્તિ પાસેથી નકલી નોટ મળે કે એટીએમમાંથી નકલી નોટ નીકળે તો શું કરશો. આરબીઆઈનો નિયમ છે કે જો કોઈ બેન્કના એટીએમમાંથી નકલી નોટ નીકળે તો બન્કે તે નોટને ફરજિયાતપણે બદલી આપવી પડે છે. આ માટે તમારે એટીએમની સામે નકલી નોટની ઓળખ કરવી પડશે અને ત્યાં લગાવેલા કેમેરા સામે નોટની આગળ અને પાછળની બાજુ બતાવવી પડશે. જો ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હોય તો તેને પણ જાણ કરો.


નાણાકીય લેવડદેવડમાં મળેલી નકલી નોટનું શું કરવું-
આ સંજોગોમાં નકલી નોટો બદલવી મુશ્કેલ બની જાય છે. જો કે, તમને જો મોટી સંખ્યામાં નકલી નોટો મળે, તો વહેલી તકે આરબીઆઈની નજીકની શાખામાં જાઓ. તમારી પાસે પુરતા પુરાવા હોવા જોઈએ કે તમને કોઈએ છેતરપિંડી કરીને આ નકલી નોટો આપી છે. આ ઉપરાંત તમારે નજીકના પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે.


નકલી નોટો વટાવવાનો પ્રયાસ ન કરશો-
તમને ક્યાંકથી નકલી નોટો મળે છે, તો તેને છુપાવવાનો કે બજારમાં ચલાવવાનો પ્રયાસ ન કરશો. જો તમે આવું કરો છો તો તમારી સામે IPCની કલમ 489C હેઠળ દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. તમને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. તમને મોટો દંડ પણ થઈ શકે છે.