ગ્રાહકોને મોદી સરકાર પર જરા પણ નથી વિશ્વાસ: RBI ના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
આરબીઆઇના સપ્ટેમ્બરના સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું કે, વર્તમાન સ્થિતી અને ભવિષ્યકાલીન અપેક્ષા બંન્ને પ્રમાણભુત રીતે ગ્રાહકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (RBI) શુક્રવારે પોતાની મૌદ્રીક નીતિ અંગેનો અહેવાલ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર 2019માં ગ્રાહકોનો વિશ્વાસ 6 વર્ષનાં સૌથી નિચલા સ્તર પર પહોંચી ચુક્યો છે. રિપોર્ટ અનુસાર હાલની સ્થિતી ઇન્ડેક્સ (Current Situation Index) સપ્ટેમ્બરના મહિનામાં 89.4 સુધી પહોંચી ગઇ જે ગત્ત 6 વર્ષની તુલનામાં સૌથી ખરાબ છે. આ અગાઉ આ ઇન્ડેક્સ સપ્ટેમ્બર 2013માં સૌથી ખરાબ નોંધાઇ હતી જે ઘટીને 88 જેટલી પહોંચી ગઇ હતી.
Corruption મુદ્દે ભાજપે વિપક્ષને કર્યો ક્લિન બોલ્ડ, કપાઇ અનેક દિગ્ગજોની ટિકિટ
ગ્રાહકોનાં વિશ્વાસ અંગેના સર્વેક્ષણનો આધાર ?
આરબીઆઇ દરેક ત્રિમાસિક ગાળામાં એકવાર ગ્રાહકોનાં વિશ્વાસનો સર્વેક્ષણ (Consumer Confidence survey) કરે છે. જેમાં અનેક મોટા શહેરોમાંથી લગભગ 5 હજાર ગ્રાહકોની આર્થિક સ્થિતી મુદ્દે મંતવ્યો માંગવામાં આવે છે, આ સર્વેક્ષણમાં પાંચ આર્થિક મુદ્દાઓ પર ગ્રાહકોનાં મનોભાવને ઓળખવામાં આવે છે. જેમાં આર્થિક સ્થિતી, રોજગાર, મૂલ્ય સ્તર, આવક અને ખર્ચની ગણત્રી કરવામાં આવે છે.
બેરોજગારી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીઓનો વરસાદ: 31 લોકોના મોત
કાશ્મીર અમારો આંતરિક મુદ્દો, મલેશિયા-તુર્કી તેનાથી દુર રહે: ભારત
ગ્રાહકોનાં વિશ્વાસ અંગેના સર્વેક્ષણમાં મુખ્યરીતે હાલની સ્થિતી અને ભવિષ્યની અપેક્ષાઓની ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. વર્તમાન સ્થિતીનાં દર છેલ્લા એક વર્ષમાં ગ્રાહકો દ્વારા અનુભવાયેલ આર્થિક પરિવર્તનો નોંધવામાં આવે છે. બીજી તરફ ભવિષ્યકાલીન અપેક્ષાઓ માટે આગળ આગામી એક વર્ષમાં આર્થિક પરિસ્થિતીઓ પર ગ્રાહકોના મંતવ્યો માંગવામાં આવે છે.
પોતાના જ હેલિકોપ્ટરને તોડી પાડવું એક મોટી ચુક હતી: એરફોર્સ ચીફ ભદૌરિયા
આરબીઆઇના સપ્ટેમ્બર સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું કે વર્તમાન સ્થિતી અને ભવિષ્યકાલીન અપેક્ષાઓ બંન્ને પ્રમાણમાપ ગ્રાહકોએ અસંતોષ વ્યક્ત કર્ય છે. હાલની સ્થિતીનાંદ ર100થી ઉપર છે ત્યારે ગ્રાહકો આશાવાદી હોય ચે અને 100તી નીચે થવાની સ્થિતીમાં નિરાશાવાદી.