કાશ્મીર અમારો આંતરિક મુદ્દો, મલેશિયા-તુર્કી તેનાથી દુર રહે: ભારત
Trending Photos
નવી દિલ્હી : મુંબઇ હુમલાના ગુનેગાર આતંકવાદી હાફિઝ સઇદ માટે પોકેટમનીની પરવાનગી માંગવા અંગે ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાકિસ્તાને આ પગલા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે પાડોશી દેશના બેવડા ચરિત્રને દર્શાવે છે. ભારતે તુર્કી અને મલેશિયાને પણ કાશ્મીર મુદ્દે સલાહ આપતા કહ્યું કે, આ સંપુર્ણ પ્રકારે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતે મલેશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમણે આ મુદ્દે બિનજરૂરી નિવેદનબાજીથી બચવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ રાષ્ટ્રમાં બંન્ને દેશોએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો અને તેની ભાષામાં કાશ્મીરીઓ પ્રત્યે હમદર્દી વ્યક્ત કરી હતી.
બેરોજગારી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીઓનો વરસાદ: 31 લોકોના મોત
ઇમરાને જેહાદને ગંભીર ગણાવી
પાકિસ્તાનના વડાપ્રધાન કાશ્મીર પર અપાયેલા નિવેદનો અને જેહાદની જાહેરાત પણ કરી ભારતનાં કડક ટીકા કરી હતી. વિદેશમંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન લોકો સાથે એલઓસી તરફ કુચ કરવાનું ખુલ્લું આહ્વાન કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેમને ભડકાવનારા અને બે જવાબદાર નિવેદનો આપ્યો. અમને એવું લાગે છે કે કદાચ તેમને આંતરરાષ્ટ્રીય સંબંધ કઇ રીતે બનાવવામાં આવે છે, અત્યાર સુધી તેની માહિતી નથી. સૌથી ગંભીર વાત છે કે તેમણે લોકોને ભારતની વિરુદ્ધ જેહાદની જાહેરાત કરી છે અને તે સામાન્ય બાબત નથી.
બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અંગે જયશંકરે કહ્યું સંપ્રભુતા સાથે કોઇ જ સોદો નહી
મલેશિયાને સલાહ આવા નિવેદનો આપવાનું ટાળો
સંયુક્ત રાષ્ટ્રમાં મલેશિયા દ્વારા ગંભીર મુદ્દો ઉઠાવવા અંગે ભારતે સ્પષ્ટતા પુર્વક જવાબ આફ્યો છે કે આ ભારતનો આંતરિક મુદ્દો છે. વિદેશ મંત્રાલય પ્રવક્તાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરનો વિલય ભારત સાથે એવી રીતે થયો હતો. પાકિસ્તાને પરાણે ઘુસણખોરી કરીને બિનકાયદેસર રીતે કેટલાક હિસ્સાઓ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. મલેશિયાની સરકારને બંન્ન દેશોની વચ્ચે સારા સંબંધોને ધ્યાનમાં રાખવા જોઇએ અને આ પ્રકારની નિવેદનબાજીથી દુર રહેવું જોઇએ.
સુપ્રીમ કોર્ટનાં જજે કહ્યું, દિલ્હી તરફ જોઇએ તો દુખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે
હાફીઝનું આવેદન લઇને UN પહોચ્યું હતું પાકિસ્તાન
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અપીલ કરી હતી કે વૈશ્વિક આતંકવાદી સઇદનાં પરિવારના માસિક ખર્ચ માટે તેના બેંક ખાતાનો ઉપયોગ કરવાની પરવાગની આપવામાં આવે. સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનની અપીલ પર જમાત ઉત દાવાનો વડાના બેંક ખાતાનો ઉપયોગ કરવાની પરવાનગી પણ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે