નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર ઉર્જિત પટેલ મંગળવારે સંસદની એક સમિતિ સમક્ષ હાજર થયા છે. આ દરમિયાન તેમણે નોટબંધી અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં ફસાયેલા ધિરાણ (NPA) સહિતની અનેક બાબતોની માહિતી આપી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉર્જિત પટેલ 12 નવેમ્બરના રોજ સંસદીય સમિતી સમક્ષ હાજર થવાના હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહ્યા છે મતભેદ 
સુત્રોએ આપેલી મહિતી અનુસાર, સંસદની સ્થાયી સમિતીના એજન્ડામાં નવેમ્બર, 2016માં ચલણમાંથી રદ્દ કરાયેલી 500 અને 1000ની નોટ, આરબીઆઈમાં સુધારા, બેન્કોમાં ડૂબમાં ગયેલી સંપત્તિઓ અને અર્થતંત્રની સ્થિતી મુખ્ય મુદ્દા છે. આરબીઆઈના ગવર્નર સમિતી સમક્ષ એવા સમયે હાજર થયા છે, જ્યારે દેશની કેન્દ્રીય બેન્ક અને નાણા મંત્રાલય વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ ચાલી રહ્યા છે. સરકાર આરબીઆઈ પાસે રહેતું અનામત ફંડ કેટલું હોવું જોઈએ અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગો માટે ધિરાણના નિયમો હળવા કરવા અંગે આરબીઆઈ પર દબાણ લગાવી રહી છે. 


સતત છઠ્ઠા દિવસે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો શું છે આજના ભાવ


સમિતીમાં છે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ 
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. વીરપ્પા મોઈલી, સંસદના વિરોધ પક્ષના નેતા સહિત કુલ 31 સભ્યો આ સમિતીના સભ્ય છે. 


બીજી તરફ વૈશ્વિક સ્તરે કામ કરતી એક આર્થિક બાબતોની કંપનીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આરબીઆઈ પાસે અત્યારે 'જરૂર કરતા વધારે નાણા છે. આવા નાણાની ઓળખ માટે રચવામાં આવનારી વિશેષ સમિતીએ ભલામણ કરી તો કેન્દ્રીય બેન્ક સરકારને રૂપિયા એક લાખ કરોડ સુધીની રકમ હસ્તાંતરિત કરવાની સ્થિતીમાં છે.'