RBI સરકારને આપશે 28 હજાર કરોડનું ડિવિડન્ડ, બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બોર્ડની બેઠકમાં સરકારને નાણા આપવા અંગે લેવાયેલા નિર્ણયથી સરકારને તેની યોજનાઓના અમલીકરણમાં ઘણી રાહત મળશે
મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બોર્ડની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. RBI સરકારને રૂ.28 હજાર કરોડનું ડિવિડન્ડ આપશે. RBI પોતાના નફાના એક ભાગ તરીકે સરકારને અગાઉ પણ ડિવિડન્ડ આપતી રહી છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે આરબીઆઈએ સરકારને ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણયથી સરકારને મોટી રાહત મળશે.
સતત બીજા વર્ષે ડિવિડન્ડ
RBI બોર્ડની બેઠકમાં સરકારને ચાલુ નાણાકિય વર્ષમાં RBI વચગાળાનો નફો (ડિવિડન્ડ) ટ્રાન્સફર કરશે. કેન્દ્રીય બેન્કની નાણાકિય સ્થિતિના હિસાબે સરકારને વર્ષ 2018-19માં રૂ.28,000 કરોડનો વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે. ગત નાણાકિય વર્ષમાં રિઝર્વ બેન્ક દ્વારા કેન્દ્ર સરકારને રૂ.10,000 કરોડનું વચગાળાનું ડિવિડન્ડ અપાયું હતું.
હવે વાતોનો સમય વહી ચુક્યો છે હવે ભારતની કાર્યવાહી સમગ્ર વિશ્વ જોશે: PM મોદીનો હુંકાર