નવી દિલ્હી: ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર તરીકે જેની ગણતરી થાય છે તે દિનેશલાલ યાદવ 'નિરહુઆ' પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં છે. લોકસભા ચૂંટણી 2019માં નિરહુઆ ભાજપ તરફથી આઝમગઢની બેઠક માટે ઉમેદવાર છે. આ સીટ પર નિરહુઆનો મુકાબલો પૂર્વ  સીએમ અખિલેશ યાદવની સામે છે. અત્યાર સુધી નિરહુઆએ ફિલ્મોમા ખુબ નામના મેળવી છે. હવે રાજકારણમાં સિદ્ધિના શીખરો સર કરવા નીકળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખુ આઝમગઢ આ જ કહે છે
Zee Hindi Digital સાથે ખાસ વાતચીતમાં નિરહુઆએ આઝમગઢ બેઠક પર ચર્ચા કરતા કહ્યું કે અખિલેશ અમારા મોટાભાઈ છે, આ સાથે એક મોટા નેતા પણ છે. પરંતુ આઝમગઢમાં તેઓ ફક્ત પોતાની નીતિઓના કારણે હારશે. મારા માટે તો આખુ આઝમગઢ મારું છે, ભલે તે હિન્દુ હોય કે મુસલમાન હોય. પછી ભલે તે દલિત હોય કે પછાત વર્ગના કોઈ પણ હોય. બધા મારી સાથે છે. આખુ આઝમગઢ કહે છે કે ભાઈ અમને તો તમે જોઈએ. સત્ય સાથે જે છે , તેની સાથે બધા છે. જો હું ખોટા રસ્તે હોત તો મારી સાથે કોઈ ન હોત. 


BJPના દિગ્ગજ નેતા સુમિત્રા મહાજને લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો, જાણો શું કહ્યું? 


આઝમગઢથી ચૂંટણી લડવી એ નસીબની બલિહારી
આજ સુધી જેના માટે તમે ચૂંટણી પ્રચાર કરતા આવ્યાં છો અને આજે તેમના જ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છો. શું તમે તેમને હરાવવાની ક્ષમતા ધરાવો છો? જવાબમાં નિરહુઆએ કહ્યું કે ઈશ્વરને ક્યારે શું કરવું છે અને નસીબમાં ક્યારે શું લખાયેલું છે તે આપણે જાણતા નથી. એક પળમાં શું નું શું થઈ જાય તે કોઈ જાણતુ નથી અને આજે હું અખિલેશ સિંહ સામે ચૂંટણી લડી રહ્યો છું. આ એનું જ ઉદાહરણ છે. 


પીએમ મોદીએ જે કહ્યું કે કરી બતાવ્યું
પીએમ મોદી વિશે વાત કરતા નિરહુઆએ કહ્યું કે પીએમ મોદી આજે કોઈને એ પૂછવા નથી જતા કે તમે સવર્ણ છો કે પછાત છો, તમે મોદી છો કે યાદવ. અરે ભાઈ ગરીબ છે તો તેને પેન્શન આપો, શૌચાલય આપો, બધાને આપી રહ્યાં છે. બધાનો સાથ બધાનો વિકાસ. પીએમ મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું. કથની અને કરણીમાં બાકીના લોકોનું તો ખુબ અંતર છે. બાકીના લોકો કહે છે કઈંક અલગ અને કરે છે કઈંક અલગ. 


કોંગ્રેસના નરમ વલણથી આતંકીઓનો જુસ્સો વધ્યો: પીએમ મોદી


યુપીમાં બધી સીટો ભાજપની
નિરહુઆએ કહ્યું કે તે લોકો કહે છે કે અમે બાબા સાહેબ આંબેડકરને માનીએ છીએ. બાબાસાહેબ આંબેડકરના નામ પર દલિતોને ભેગા કર્યાં અને બાબાસાહેબ આંબેડકરે કહ્યું કે શિક્ષત બનો, સંઘર્ષ કરો, અને આગળ વધો. એમ થોડી કહ્યું હતું કે શિક્ષત બનો અને દલિતોનું શોષણ કરો. તેઓ (માયાવતી) શિક્ષક બની ગયા અને શિક્ષક બનતા જ તેમણે પોતાના દિમાગનો ઉપયોગ કરીને બધાને એકસાથે ભેગા કરીને તેમના હકની વસ્તુઓનું આજે શું કરી રહ્યાં છે તે જુઓ તમે. તેમણે અંતમાં કહ્યું કે યુપીની બધી બેઠકો ભાજપ જીતશે. જે લોકો એમ વિચારે છે કે નરેન્દ્ર મોદીજી કરતા સારા વડાપ્રધાન કોઈ હોઈ શકે છે, તેમની વાત સાથે હું જરાય સહમત નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...