તાજેતરના આંકડાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, વિશ્વમાં ઘટી રહી છે હિન્દુઓની વસતી
વર્ષ 1951માં ભારતમાં હિન્દુઓની વસતી 84.1 ટકા હતી, પરંતુ 2011માં હિન્દુઓની વસતી ઘટીને 79.8 ટકા રહી ગઈ છે, એટલે કે ભારતની આઝાદી પછીના 60 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો છે
નવી દિલ્હીઃ હિન્દુ ધર્મને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મનો અર્થ છે શાશ્વત એટલે કે હંમેશાં ટકી રહેનારું. એટલે કે, જેની ક્યારેય શરૂઆત થઈ નથી અને જેનો ક્યારેય અંત પણ આવવાનો નથી. સનાતન શબ્દની આ સ્પષ્ટ વ્યાખ્યા છે. જોકે, તાજેતરમાં જ જે આંકડા સામે આવ્યા છે તેના અનુસાર સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મની વસતી સમગ્ર દુનિયામાં ઘટતી જઈ રહી છે.
કેટલાક દેશોની સરકારી એજન્સીઓ અને દુનિયાની જાણીતી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે, વિશ્વમાં હવે હિન્દુ ધર્મમાં માનતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 1951માં ભારતમાં હિન્દુઓની વસતી 84.1 ટકા હતી, પરંતુ 2011માં હિન્દુઓની વસતી ઘટીને 79.8 ટકા રહી ગઈ છે, એટલે કે ભારતની આઝાદી પછીના 60 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નેપાળમાં વર્ષ 1952માં 88.87 ટકા હિન્દુ હતા, પરંતુ 2011માં નેપાળમાં હિન્દુઓની વસતી ઘટીને 81.3 ટકા થઈ ગઈ છે. એટલે કે 59 વર્ષમાં નેપાળમાં હિન્દુઓની વસતીમાં 7.57 ટકાનો ઘટાડો થયો છે.
બાંગ્લાદેશમાં વર્ષ 1951માં 22 ટકા હિન્દુઓ વસવાટ કરતા હતા, પરંતુ 2015માં અહીં હિન્દુઓની વસતી ઘટીને 10.5 ટકા રહી ગઈ છે. એટલે કે, 64 વર્ષમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની વસતી લગભગ 11.5 ટકા ઘટી છે.
ભ્રષ્ટ અધિકારીઓ પર મોદી સરકારનો વાર, બીજા 15 અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત્ત
મોરેશિયસમાં વર્ષ 1901માં 55.62 ટકા હિન્દુઓ રહેતા હતા. 2010માં અહીં થયેલી વસતી ગણતરી અનુસાર હિન્દુઓની વસતી 48.5 ટકા રહી છે. એટલે કે મોરેશિયસમાં 109 વર્ષમાં હિન્દુઓની વસતી 7.12 ટકા જેટલી ઘટી છે.
દક્ષિણ અમેરિકાના દેશ ગુયાનામાં વર્ષ 1991માં કુલ વસતીના 35 ટકા હિન્દુ હતા. 2012માં અહીં હિન્દુઓની વસતી ઘટીને 24.8 ટકા રહી ગઈ છે. એટલે કે, 21 વર્ષમાં ગુયાનામાં હિન્દુઓની વસતીમાં 10 ટકાનો ઘટાડો થયો છે.
અયોધ્યાઃ રામ જન્મભૂમિ આતંકવાદી હુમલા કેસમાં 4ને જન્મટીપ, 1 આરોપી નિર્દોષ છુટ્યો
એ જ રીતે ફિજીમાં 1976માં 40 ટકા હિન્દુઓ વસવાટ કરતા હતા. 2007માં અહીં હિન્દુઓની વસતી ઘટીને 28 ટકા થઈ ગઈ છે. એટલે કે, 31 વર્ષમાં ફિજીમાં હિન્દુઓની વસતીમાં 31 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.
ભારતના આંકડા પણ થોડા ચોંકાવનારા છે
ભારતમાં સામાન્ય માન્યતા એવી છે કે, હિન્દુઓ બહુમતિમાં છે અને અન્ય ધર્મના લોકો લઘુમતિમાં છે. જોકે, આ સંપૂર્ણ સત્ય નથી. જોકે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, 2011ની વસતી ગણતરીના આંકડા અનુસાર દેશના 7 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં હિન્દુઓની વસતી 50 ટકા કરતાં પણ ઓછી છે.
- લક્ષદ્વીપમાં 2.7 ટકા હિન્દુ છે.
- મિઝોરમમાં હિન્દુઓની વસતી 2.75 ટકા છે.
- નાગાલેન્ડમાં કુલ વસતીમાંથી હિન્દુઓની સંખ્યા 8.75 ટકા છે.
- મેઘાલયમાં 11.53 ટકા હિન્દુ ધર્માવલંબીઓ રહે છે.
- જમ્મુ-કાશ્મીરની કુલ વસતીમાં હિન્દુઓની ટકાવારી 28.44 ટકા છે.
- અરૂણાચલ પ્રદેશમાં 29 ટકા હિન્દુઓ વસવાટ કરે છે.
- મણિપુરમાં કુલ વસતીના 31.39 ટકા વસતી હિન્દુઓની છે.
- પંજાબની વસતીમાં 39.4 ટકા વસતી હિન્દુઓની છે.
મળો એ માનનીય સાંસદોને, જે એક વખતમાં ભૂલ વગર વાંચી ન શક્યા લોકસભાનું સોગંધનામું
લઘુમતિ માટે બંધારણમાં જોગવાઈ
ભારતીય બંધારણમાં લઘુમતિ માટે ધારા 29 અને 30માં વિશેષ સંરક્ષણ આપવાની જોગવાઈ કરાઈ છે. ધારા-29 અનુસાર જે લોકોની પોતાની વિશેષ ભાષા, લિપિ કે સંસ્કૃતિ છે, તેમને તેને જાળવી રાખવાનો અધિકાર છે. સરકારની મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ કે ભાષાના આધારે કોઈને વંચિત રાખી શકાશે નહીં. ધારા-30 અનુસાર ધર્મ કે ભાષાના આધારે લઘુમતિ સમુદાયના લોકોને પોતાની મરજી પ્રમાણે શિક્ષણ સંસ્થા ચલાવવાનો અધિકાર છે.
જૂઓ LIVE TV....