નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના ફરી વધી રહેલા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં દોઢ હજારથી નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં આજે 1515 નવા કેસ સામે આવ્યા. 16 ડિસેમ્બર બાદ દિલ્હીમાં પ્રથમવાર 1500થી વધુ નવા કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 5504 નવા કેસ સામે આવ્યા આ દરમિયાન 4 દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈમાં 75 દિવસમાં ડબલિંગ  રેટ થઈ ગયો છે. 


મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા કેસની સંખ્યા 35 હજારને પાર થઈ ગઈ છે. આજે 35,952 નવા કેસ આવ્યા છે. જ્યારે 20444 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે 111 દર્દીઓના મૃત્યુ થયા છે. 


આ પણ વાંચોઃ SBI Report On Covid: એપ્રિલ-મેમાં દેશમાં હાહાકાર મચાવશે કોરોના, આવશે બીજી લહેરઃ રિપોર્ટ


કોરોનાના વધી રહેલા કેસને કારણે દિલ્હીમાં સંક્રમણ દરમાં વૃદ્ધિ થઈ રહી છે. અહીં પર સંક્રમણ દર વધીને 1.69 ટકા થઈ ગયો છે. જ્યારે 16 ડિસેમ્બરે સંક્રમણ દર 2.16 ટકા હતા. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 5 દર્દીઓના મોત થયા છે. અહીં કોરોનાથી મૃત્યુઆંક 10978 પહોંચી ગયો છે. 


દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 5 હજારને પાર
દિલ્હીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 5 હજારથી વધુ થઈ ગઈ છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 5498 થઈ ગઈ છે જ્યાકે 321 ડિસેમ્બર 2020 બાદ આ સૌથી મોટી સંખ્યા છે. 31 ડિસેમ્બરે દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 5511 હતી. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube