Recruitment: સારસ્વત બેંકમાં 300 જુનિયર ઓફિસરના પદ માટે ભરતી
સારસ્વત બેંકે વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારો કરી શકશે અરજી.
કોરોનાના કપરા સમયમાં નોકરી પર સતત માઠી અસર પડી રહી છે. કોરોનાના સમયમાં દરેક વિભાગમાં ભરતી પ્રક્રિયા બંધ હતી. પરંતુ હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય બનતા નોકરીઓની તક પણ ખુલી છે. દેશભરમાં ઓમિક્રોનના કહેર વચ્ચે સારસ્વત બેંક માં ભરતી કરવામાં આવી છે. જે યુવાનો માટે એક સારા સમાચાર કહી શકાય.
આ રીતે કરી શકાશે અરજી
સારસ્વત બેંક માં જુનિયર ઓફિસરના પદ માટે ઉમેદવાર તારીખ 22-12-2021થી 31-12-2021 સુધી કરી શકશે અરજી. જ્યારે ઉમેદવારને HTTP://WWW.SARASWATBANK.COM પરથી અરજી કરવાની રહેશે.
લાયકાત
આ તમામ પદ માટે ઉમેદવાર સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
આ તમામ પદ માટે ઉમેદવાર ની વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અનુભવ
સારસ્વત બેંક માં જુનિયર ઓફિસરના પદ માટે બેંક/એનબીએફસી/ડીએસએ/ક્રેડિટ સોસાયટી ના પેટા કંપનીમાં ન્યૂનતમ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ તમામ પદ માટે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
નોંધ- આ તમામ પદ વિશે વધુ માહિતી તે સાઈટ પરથી મળી જશે.