ઝી બ્યૂરો, અમદાવાદઃ જીવનમાં આવતી પરેશાની અને સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થતાં અનેક ટૂચકાઓની વાત કરીશું. જેમાં સૌથી પહેલું આવે લાલ મરચું. લાલ મિર્ચ તમને કોઈપણ સમસ્યાઓમાંથી બહાર કાઢી શકે છે. લાલ મરચાના ટૂચકા અપનાવીને તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. જ્યારે પણ તમને કોઈ દુશ્મન હેરાન કરે છે ત્યારે તમારા દુશ્મનને ખતમ કરવા માટે આ ટૂચકો અપનાવી શકો છે.


Jail Life: કેવું હોય છે જેલનું જીવન? કેવી હોય છે કેદીઓની દિનચર્યા? શું કેદીઓને Weekly Off મળે છે? જાણો કેદીઓને મળે છે કેટલો પગાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં કોઈપણ મંગળવાર કે શનિવારની રાતે પોતાના ઘરની બહાર નીકળી જમીનમાં ખાડો ગાળી અને તેમાં 5 લાલ સૂકા મરચા પોતાના માથા પરથી વાળીને નાખી દો. ખાડામાં લાલ મરચા નાખી તેના પર માટી નાખીને ઘરે જતો રહો. પણ એકવાતનું ખાસ ધ્યાન રાખો, ઘરે જતાં સમયે એક પણ વાર તે જગ્યા પર પાછા ફરીને ન જુઓ. આ ટૂચકો અપનાવી જુઓ. દુશ્મન તમારી આજુબાજુ પણ નહીં ભટકે.


Andolanjivi: આંદોલનકારી કે 'આંદોલનજીવી'? કોઈકને કોઈક મુદ્દે હંમેશા ચર્ચામાં રહે છે ભારતની આ 10 યુવતીઓ


કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે 21 સૂકા લાલ મરચાના બીજ નાખો અને રાત્રે સુતા પહેલાં તમારા પલંગ પર રાખી દો. તેના બીજા દિવસે તમારા માથા પર 7 વાર મરચા ફેરવો અને પાણીને ઘરની બહાર ફેંકી દો. આવું કરવાથી તમારી સમસ્યાનો હલ આવશે. જો તમારા ઘરમાં કોઈ બિમાર છે તો 7 લાલ મરચા, થોડા કાળા તલ, સાત જાયફળ અને ફટકડીના 7 ટૂકડા એક લાલ કપડામાં બાંધીને રાખો. આ પોટલીને બિમાર વ્યક્તિની પાસે રાખી દો. આ ટૂચકાને શુક્રવારે અપનાવો. તે પછી આ પોટલીને પીપળના ઝાડ પાસે રાખી દો.


અહીં દેવાધિદેવ મહાદેવ પણ આવે છે સ્નાન કરવા, જાણો કુંભના મેળામાં શાહી સ્નાનનો શું છે મહિમા


જો તમારો બિઝનેસ સારો નથી ચાલતો તો તે માટે પણ એક ટૂચકો છે. જેમાં માટીના ત્રણ દિવામાં પીળી સરસવ, તલ, આખું મીઠું, આખા ધાણા અને તમામ દિવામાં એક-એક લાલ મરચા રાખો. આ દિવાને પોતાના વ્યવસાયની જગ્યા પર રાખી દો. કોઈ પણ કામમાં મુશ્કેલીઓને દૂર કરવા માટે 21 લાલ મરચા લઈ તેને એક લોટામાં અથવા તો જગમાં પાણી ભરીને નાખો. આ પાણીને પોતાના માથા પરથી સાતવાર ઉતારો અને આ પાણીને કોઈપણ રસ્તા પર ફેંકી દો. જો તમે કોઈ ઈન્ટરવ્યૂ કે પછી અન્ય કોઈ શુભકામ માટે જઈ રહ્યો છો તો દરવાજા પર 5 લાલ મરચા રાખી દો. અને ઘરેથી નીકળતા સમયે તેના પર પગ મૂકીને બહાર નીકળો. આવું કરવાથી તમામ સારા કામોમાં તમને સફળતા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube