બીકાનેરઃ રાજસ્થાન (Rajasthan) માં રવિવારે આકરી સુરક્ષા વચ્ચે રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા (REET) ની પરીક્ષાનું આયોજન થયું હતું. આ દરમિયાન અનેક નકલ કરનારા પણ ઝડપાયા પરંતુ બીકાનેરમાં હાઈટેક કોપીકેટ પોલીસની હાથે લાગ્યો છે. તેણે રીટ પરીક્ષા (REET 2021) દરમિયાન નકલ કરવાની એવી યોજના બનાવી જેનાથી પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. પરંતુ પરીક્ષા પહેલા તે ગેંગના સભ્યને ઝડપી લેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંપલમાં લગાવી હતી ચિપ
રાજસ્થાન પોલીસે રવિવારે રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા પહેલા ત્રણ પરીક્ષાર્થીઓ સહિત 6 લોકોને બ્લૂટૂથ ડિવાઇસ લાગેલા ચંપલ દ્વારા નકલ કરવાના મામલામાં ઝડપી લીધા છે. પોલીસે જણાવ્યું કે આરોપી પરીક્ષામાં ચંપલમાં ચિપ અને બ્લૂટૂથ છુપાવી નકલની યોજના બનાવી રહ્યો હતો. આ ડિવાઇસ મોબાઇલથી કનેક્ટ હતી. 


આ પણ વાંચોઃ PM મોદીએ અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે યોજી બેઠક, જેપી નડ્ડા પણ રહ્યા હાજર  


છ લાખ રાખી કિંમત
શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ રાજ્યમાં નકલની આ હાઈટેક ડિવાઇસનું વેચાણ કર્યું છે. હાલ પોલીસે ચંપલ ખરીદનારા 25 લોકોની ઓળખ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચંપલની કિંમત 6 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ગંગાનગર પોલીસ આ મામલામાં કાર્યવાહી કરી રહી છે. 


બસ સ્ટેન્ડની પાસે થઈ ધરપકડ
બીકાનેર પોલીસના અધિકારી પ્રીતિ ચંદ્રાએ જણાવ્યુ કે આ લોકો ચંપલમાં બ્લૂટૂથ ડિવાઇસ લગાવી નકલનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ સિલસિલામાં ત્રિલોક, ઓમપ્રકાશ, મદન ગોપાલ, રામ અને કિરણ દેવીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આરોપીઓના કબજામાંથી મોબાઇલ સિમ કાર્ડ, બ્લૂટૂથ ડિવાઇસ અને અન્ય ઉપકરણ જપ્ત કરવામાં આવ્યા છે. બધાની પરીક્ષા શરૂ થતાં પહેલા ગંગાનગરના નવા બસ સ્ટેન્ડ પાસેથી ધરપડક કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube