ચૂંટણી EVMથી કરાવવી કે મતપત્ર દ્વારા? જનમત સંગ્રહ દ્વારા આ નિર્ણય લેવામાં આવેઃ વીરપ્પા મોઈલી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ જણાવ્યું કે, અમેરિકા જેવો દેશ પણ ઈવીએમનો ઉપયોગ કર્યા પછી હવે મતપત્ર તરફ પાછો ફરી ગયો છે
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ સોમવારે જણાવ્યું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે 'ગંભીર શંકા'નો માહોલ પેદા થયો છે. આથી દેશમાં ચૂંટણી EVM દ્વારા કરાવવી કે પછી મતપત્ર દ્વારા કરાવવી તેનો નિર્ણય જનમત સંગ્રહ દ્વારા કરાવવો જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ જનમત સંગ્રહ માટે પણ મતપત્રકનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી દેશની જનતા જેની તરફેણમાં ચૂકાદો આપે, તે માધ્યમથી આગામી ચૂંટણી યોજાવી જોઈએ.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, "આજે EVM મશીન પર દરેક જણ શંકા કરી રહ્યો છે. સમગ્ર દેશમાં ઈવીએમના ઉપયોગ સામે શંકાનું વાતાવરણ પેદા થયું છે. અમેરિકા જેવો દેશ પણ EVMનો ઉપયોગ કર્યા પછી હવે મતપ્તર તરફ પાછો ફરી ગયો છે."
ચૂંટણી પંચ અને સરકારની જવાબદારી
તેમણે એ વાત પર ભાર મુખ્યો કે, આજે જ્યારે EVM અંગે 'ગંભીર શંકા'નો માહોલ પેદા થયો છે ત્યારે ચૂંટણી પંચ અને સરકાર મતપત્રક તરફ પાછા ફરવું જોઈએ. મોઈલીએ જણાવ્યું કે, "મારું માનવું છે કે, ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવો જોઈએ કે પછી મતપત્રકનો તેનો નિર્ણય લેવા માટે એક જનમત સંગ્રહ કરાવવો જોઈએ. આ જનમત સંગ્રહમાં પણ મતપત્રકનો ઉપયોગ કરવો જોઈએ."
પ.બંગાળઃ મમતાએ પુરતી સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી
સંખ્યા મહત્વની નથી, હેતુ મહત્વનો છે
મોઈલીને જ્યારે પુછવામાં આવ્યું કે શું 52 સાંસદ સાથે કોંગ્રેસ એક સશક્ત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી શકશે તો તેમણે જવાબ આપ્યો કે, "અમે 52ની સંખ્યામાં પણ સશક્ત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી શકીએ છીએ. 1984માં ભાજપના બે સાંસદ હતા અને અટલ બિહારી વાજપેયીએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. સંખ્યા મહત્વની નથી, પરંતુ હેતુ મહત્વનો છે. એકલા રાહુલ ગાંધી જ મજબૂત અવાજ ઉઠાવી શકે છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "ધર્મનિરપેક્ષતા કોંગ્રેસની વિચારધારાના મૂળમાં રહેશે. અમારો સિદ્ધાંત દેશ માટે યોગ્ય છે. આ સિદ્ધાંત વૈસુધૈવ કુટુંબકમનો છે. અમારે યુવાનોને બતાવવું પડશે કે, કોંગ્રેસના હાથમાં જ તેમનું અને દેશનું ભવિષ્ય સુરક્ષિત છે."
જૂઓ LIVE TV....