યૂપીમાં 56 હજાર સૈનિકોની ભરતીનું રજિસ્ટ્રેશન મોકૂફ, જાણો શું છે કારણ
લખનઉના ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અનુસાર આવેદનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આવેદનની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નવી દિલ્હી: શું તમે ઉત્તર પ્રદેશ પોલીસમાં થનારી 56 હજાર પદ માટે આવેદનની તૈયારીમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. આ પદો માટે 1 નવેમ્બર, 2018થી શરૂ થનારી ભરતીના આવેદનની મોકૂફ રાખવામાં આવી છે. લખનઉના ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડના અનુસાર આવેદનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આવેદનની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
મળતી જાણકારી અનુસાર, ટેકનિકલ ખામીઓના કારણે પ્રક્રિયા શરૂ થઇ નથી. હવે કહેવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણ પ્રક્રિયાઓ શરૂ કરવા માટે દસ દિવસ અથવા તેનાથી વધારે સમય લાગી શકે છે. આ મામલે જાણકારી આપતા પ્રમુખ સચિવ ગૃહ અરવિંદ કુમારે દાવો કર્યો છે કે ફોર્મ ભરવાની તારીખ ભલે આગળ વધી ગઇ હોય, પરંતુ પરીક્ષા નક્કી સમય પર કરવામાં આવશે.