નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 26 દવાઓને 'આવશ્યક' યાદીમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આવશ્યક દવાઓની એક સંશોધિત રાષ્ટ્રીય સાદી (NLEM) જાહેર કરી છે. આ યાદીમાં 27 શ્રેણીઓની 384 દવાઓ સામેલ છે. લિસ્ટમાં જે દવાઓ સામેલ નથી તેમાં રેનિટિડીનનું નામ પણ છે. રેનિટિડીન (ranitidine) હંમેશા એસિડિટી અને પેટ સંબંધિત અન્ય બીમારીઓ માટે લેવામાં આવે છે. આ દવાને Rantac, Zinetac અને Aciloc જેવી બ્રાન્ડના નામો હેઠળ વેચવામાં આવે છે. પરંતુ હવે આ દવાઓને કેન્સર પેદા કરનારી ચિંતાઓને કારણે હટાવી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ઇવરમેક્ટિન, મુપિરોસિન જેવી કેટલીક સંક્રમણ રોધી દવાઓ અને નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી સહિત 34 દવાઓને સામેલ કરાયા બાદ તેમાં હવે કુલ દવાઓની સંખ્યા 394 થઈ ગઈ છે. ઘણી એન્ટીબાયોટિક્સ, રસી અને કેન્સર વિરોધી દવાઓ યાદીમાં સામેલ થવાથી વધુ સસ્તી થઈ જશે. 


પરંતુ 26 દવાઓ જેમ કે રેનિડિટિન, સુક્રાલફેટ, વ્હાઇટ પેટ્રોલેટમ, એટેનોલોલ અને મેથિલ્ડોપાને સંશોધિત યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. કિંમત અસરકારકતા અને વધુ સારી દવાઓની ઉપલબ્ધતાના માપદંડોના આધારે આ દવાઓને સૂચિમાંથી બાકાત રાખવામાં આવી છે.
મંગળવારે યાદી જાહેર કરનારા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ, 'જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી 2022 જાહેર કરી. તેમાં 27 શ્રેણીઓની 384 દવાઓ સામેલ છે. ઘણી એન્ટીબાયોકિટ્સ, રસી, કેન્સર વિરોધી દવાઓ તથા ઘણી અન્ય મહત્વપૂર્ણ દવાઓ વધુ સસ્તી થશે અને દર્દીઓનો ખર્ચ ઘટશે.'


બંગાળમાં બબાલ, મમતા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક, પોલીસની ગાડીમાં આગ, પથ્થરમારો  


દવાઓ પર સ્થાયી રાષ્ટ્રીય સમિતિના ઉપાધ્યક્ષ ડો. વાઈ કે ગુપ્તાએ કહ્યુ- આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ઇવરમેક્ટિન, મેરોપેનેમ, સેફુરોક્સાઇમ, એમિકાસિન, બેડાક્કિલાઇન, ડેલામેનિડ, ઇટ્રાકોનાજોલ એબીસી ડોલટેગ્રેવિર જેવી દવાઓને જોડવામાં આવી છે. ડો ગુપ્તાએ કહ્યુ કે જરૂરી જવાઓની રાષ્ટ્રીય યાદીની દવાઓ અનુસૂચિત શ્રેણીમાં સામેલ છે અને તેની કિંમત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. 


પાછલા વર્ષે ભારતીય તબીબી સંશોધન પરિષદ હેઠળ એક નિષ્ણાંત સમિતિ દ્વારા 399 ફોર્મૂલેશનની સંશોધિત યાદી પ્રસ્તુત કરવામાં આવી હતી. ભારતીય જરૂરિયાતોના વિગતવાર વિશ્લેષણ પછી, માંડવિયા દ્વારા મોટા ફેરફારોની માંગ કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube